________________
મન (‘કામાગનિ’ને બદલે); ગ, ઘ, છ, , મલવા (વલવાને બદલે). ૪. ૨૦ સાહ આ સોભ (સોહને બદલે); 4 કોશ્યા પાડવા કોસા પાડું. પાઠચચ : ૪ સિવાયની બધી જ પ્રતો ‘તિમ તિજીને સ્થાને તિજઈ | તિજીઈ' પાઠ આપે છે. તિજીઈ રૂપ જ સાચું ગણાય એટલે બાકીની અન્ય પ્રતોનો પાઠ લીધો છે.
આયા જાણી ભાવ કહઈ ગુરુ વલઉં, ચેલા અવર કહુ એ ટલd,
રે મૂરખ તુઝનઈ સ્યઉ કહીઈ, સહવાસણિ પાસઈ કિમ રહી. ૮૯ ગદ્યાનુવાદ : (આ) ભાવ જાણી ગુરુ વળતું (સામું) કહે છે, “હે ચેલા, આ સિવાય તું બીજું કહે. રે મૂર્ખ, તને શું કહીએ ? રખાત સ્ત્રી પાસે કેમ રહેવાય ? વિવરણ : સહવાસણિ (સં. દવાસિની) સ્ત્રી એટલે સાથે રહેતી પડોશણ સ્ત્રી.”
એ અર્થની સાથે અનેકની સાથે વસતી સ્ત્રી – રખાત એવો અર્થ પણ હોઈ શકે. પાઠાંતર : ર૩, ગ, ખ, ગ, . 2, છંદનું નામ નથી ઇ, ઇ છંદ અડયલ. ૧. રુ નામ કહઈ તામ કહઈ; વહિલ (‘વલતઉં ને બદલે); , ટ કહઈ (‘કહુને બદલે); એટલડી (“એ હલતું ને બદલે).
રાહઈ ચંદ ગલ્યઉ છઈ આગઈ, વયરી મયણ તણઉં દલ જાગઈ,
કૌઅચિની પરિ કેડઈ લાગી, તિણિ સ્થાનકિ આયસ કુણ માગઈ. ૯૦ ગદ્યાનુવાદ : પૂર્વે રાહુએ ચંદ્રને ગળ્યો છે. વેરી મદનનું સૈન્ય જાગે ને કવચની પેઠે પાછળ પડે તેવું સ્થાનકે આદેશ કોણ માગે ?” વિવરણ: પૂર્વે રાહુએ ચંદ્રને ગળ્યાનું દષ્ટાન્ન આપીને, વેશ્યાના નિવાસસ્થાને સંયમની સામે રહેલા ભયસ્થાન વિશે ગુરુ ધૂલિભદ્રને ચેતવતા જણાય છે.
કૌવચ નામની વનસ્પતિ એ પ્રકારની હોય છે કે શરીરને એ લાગતાં ખંજવાળ પેદા કરે છે, અને એને શમાવવાનો પ્રયત્ન કરવા જતાં વધુ ને વધુ ચળ, પેદા કરે છે. વેરી મદનની તીવ્રતા – આક્રમકતાના દષ્ટાન્ત રૂપે કૌવચનો ઉલ્લેખ અહીં થયો છે. પાઠાંતર : ૧. ૪ રાઈ (‘રાહઈ’ને બદલે) , વિષય તણઉં.
તહતિ કરી બોલાઈ વલિ હેલો, તલ હું સહી તુલ્બારુ ચેલઉં,
મયગલ મયણ તાઉં દલ ગાલઉં, સીહ થઈનઇ ભવ અજૂગલઉં. ૯૧ ગદ્યાનુવાદ: વળી તે તરત જ ‘તહત્તિ’ ‘તેમજ) કરીને બોલે છે, “તો જ હું તમારો ચેલો ખરો. સિંહ થઈને મદનરૂપી હાથીનું દળ ગાળી નાખ્યું અને આ જન્મને અજવાળું. વિવરણ: ‘તહત્તિ એ જૈન પારિભાષિક શબ્દ છે. ‘તહત્તિ એટલે તેમજ - ‘તમે જેમ કહો છો તે પ્રમાણે જ છે.”
મદન કેવો કારમો છે એ ગુરુજીની વાત સ્વીકારતાં યૂલિભદ્ર ‘તહત્તિ કહે ૨૯૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org