________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ
(૧) પ્રાપ્ય પ્રતો જૈન સાધુકવિ સહજસુંદરકત ગુણરત્નાકરછંદ' (રચના સંવત ૧૫૭૨)ની ૨૭ હસ્તપ્રતો જૈન ગૂર્જર કવિઓ' ભા–૧ (બીજી આવૃત્તિ)માં શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ આજથી ૭૦ વર્ષ પહેલાં નોંધેલી છે. આ સિવાય પણ આ કૃતિની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે જ. એમાંથી મને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાંથી ૧૮ હસ્તપ્રતો અને શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિર, પાટણ ખાતેથી ૩ હસ્તપ્રતો એમ કુલ ૨૧ હસ્તપ્રતો જોવા મળી છે.
ઉપલબ્ધ આ ૨૧ હસ્તપ્રતોમાંથી લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની ૮ અને શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની ર હસ્તપ્રતો મળીને કુલ ૧૦ હસ્તપ્રતો આ કૃતિના પાઠસંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરવામાં આવી છે.
જો પ્રાપ્ત બધી જ હસ્તપ્રતોનો ઉપયોગ કરવામાં આવે તો તો પાઠાંતરોનું આખું જંગલ જ ઊભું થઈ જાય. વળી બધી હસ્તપ્રતો સંપાદનકાર્યના ઉપયોગમાં લઈ શકાય એવી એમની સ્થિતિ કે ક્ષમતા પણ નહોતી. કેટલીક હસ્તપ્રતો અપૂર્ણ (આગળ કે પાછળનાં પાનાં વિનાની) હતી, કેટલીક પાર વિનાના લેખનદોષોવાળી હતી, કોઈક પ્રમાણભૂતતાની ઊણપવાળી હતી, કેટલીક સુધારાવધારાવાળી જણાઈ હતી તો કેટલીક લેખનસંવત વિનાની હતી. આ રીતે વિચારતાં જે ૧૧ હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો નથી તે આ પ્રમાણે છે :
લાદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતો : (૧) સૂચિ-ક્રમાંક ખ. ૧૧૨૫ (સૂ) આ પ્રતનું પહેલું પાનું નથી. (૨) સૂક. ૧૫૭૨
આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા
સુધારાવધારાવાળી છે. (૩) સૂક. ૪૧૭૪ આ પ્રત લેખનસંવત વિનાની અને ઘણા
સુધારાવધારાવાળી છે.
ખ. ૪૨૪૫ સૂ) આ પ્રતનું પહેલું પાનું નથી. (૫) સૂક. ૪૩૮૦
આ પ્રતનું પહેલું તથા છેલ્લું પાનું નથી.
તેમજ પ્રત લેખનસંવત વિનાની છે. ૧૫૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org