________________
ત્રીજો અધિકાર / ૨૮૩ વરજું હું કુમતિકલાના. ૨. ૪ સસાર; ૪ માય બાપ ઝવ નિરત્ન; છ અનરત્ય. ૩. T જવ યૌવન; ન હિતે; વ જી (‘જીવ’ને બદલે). ૪. રવ ‘તાત’ નથી; ગ, ઘ, ચ, છ, ઞ, રૂ. ૮, ૪ બાપ (‘તાત’ને બદલે); ∞ વિખપ્રસાદ (‘વિષયસવાદ’ને બદલે). પાઠચર્ચા : જ્ઞ સિવાયની બધી જ પ્રતો ‘વિખપ્રસાદ'ને સ્થાને ‘વિષયસવાદ’ પાઠ આપે છે. એમાં સ્થૂલિભદ્રના સ્વદોષદર્શન અને દોષસ્વીકૃતિનો ભાવ આવતો હોઈ વધુ ઔચિત્યપૂર્ણ લાગવાથી એ સ્વીકાર્યો છે.
મહિલા તિહાં મેલ નહીં સપનંતિર, કકરવઉ કલહ કુટુંબ, ઘઉંબડ ધનવંત રમઇ રસબાધઉં, જોજ્યો મોવિટંબ, વનિતા ભવમૂલ વસઈ મન-થાણઈ કાઢી નાખઉં સાલ,
ત મારગ મોક્ષ તન્નઉ જઇ સાધઉં આરાધઉં ગુરુ ચાલ. ૪૪ ગદ્યાનુવાદ : જ્યાં સ્ત્રી છે ત્યાં સ્વપ્નમાં પણ મેળ નથી. (તેના થકી) કુટુંબકલહ કરાય છે. ગમાર (ઘેલો) ધનવંત (વિષય) રસથી બંધાયેલો રમે છે. આ મોહની વિટંબણા જોજો. સંસારના મૂળ સમી નારી મનના સ્થાનકમાં વસે છે. એ શલ્ય કાઢી નાખું. તો (હવે) જઈને મોક્ષનો માર્ગ સાધું ને ગુરુની ચાલ (રીત, માર્ગ) આરાધું. વિવરણ : વિષયાસક્તિ નિર્મૂળ કરવાનો અને મોક્ષમાર્ગ સાધવાનો સ્થૂલિભદ્રનો નિર્ધાર. પાઠાંતર : ૧. છ કરવું ૨. ઘ. ૬ રિસ બાંધિઉ; ગ, ઘ, ચ, ન જોયો. ૩. રવ ભાવમૂલે; રૂ, ઘ, છ, ટ વમય/ઇ (વસઇ’ને બદલે).
આર્યા
બારહ કોડિ ખપી જે સાઢી નાખ્યઉં સાલ સહૂ તે કાઢી, નરભય નર નિકલંક બયઠઉ ઉપસમરસભંડાર પયઠઉ. ૪૫ ગદ્યાનુવાદ : જે સાડી બાર કોડી (દ્રવ્ય) વપરાયું તે સઘળું શલ્ય કાઢી નાખ્યું. નિર્ભય નર નિષ્કલંક થઈને બેઠો (અને) ઉપશમરસ (વૈરાગ્યરસ)ના ભંડારમાં પ્રવેશ્યો, વિવરણ : ઉપશમરસના ભંડારની ઉપલબ્ધિ આગળ ખાલી થયેલ ધનભંડાર (ખર્ચાયેલું સાડા બાર કોડી દ્રવ્ય)નું કાંઈ શલ્ય સ્થૂલિભદ્રના મનમાં ન રહ્યું.
પાઠાંતર : રવ, ગ, ઘ, ગ, રૂ, ટ, ૪ છંદનું નામ નથી ઇ છંદ અડયલ્લ છ છંદ. ૧. ૬ પખી (‘ખપી’ને બદલે); ૬ જિહાં (જે”ને બદલે); છ જવ કાઢી (જે સાઢી’ને બદલે); હૈં પરું (‘સહુ'ને બદલે).
ન્યાન રૂપ ઊગ્યઉ દિનકારહ વહિસ્યાં કોશકમલ સુવિચારહ, ઊઉ ભમર થયઉ પ્રતિકૂલી વિઘનવેલિ નાખી ઉનમૂલી. ૪૬ ગદ્યાનુવાદ : જ્ઞાન રૂપી સૂર્ય ઊગ્યો. સુવિચારથી કોશા રૂપી કમલ વિકસ્યાં – ખૂલ્યાં. ભ્રમર ઊડ્યો અને પ્રતિકૂળ થયેલાએ અણરાગીએ વિઘ્નવેલીને ઉખેડી નાખી.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org