SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પણ બન્ને એકબીજાના પર્યાયિસમા હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ જાળવ્યો છે. પામી સક્લ લ્યા સવિ તરુઅર, જિમ ઝંકાર કરઈ વનિ મહુઅરિ, ન ખમઈ વિરહ જિસ્યઉ જલચારી, તિમ ગુણગોઠિ કરઈ નરનારી. ૧૨૯ ગદ્યાનુવાદ : બધાં જ વૃક્ષો સફળ રીતે ફળ્યાં છે તેમ જાણીને જેમ મધુકરી (ભમરી) ઝંકાર કરે છે અને જેમ જલચર (જીવો) વિરહ ખમતાં નથી તેમ નરનારી ગોષ્ઠી કરે છે. પાઠાંતર ઃ ૧. ઇ ફલી. દૂહલે ચૂઆની જિમ પિલી ભરી સુગંધી સાર, ખોખલી તિમ જલભરી ઝીલઈ ઝીલણહાર. ૧૩૦ ગદ્યાનુવાદ: જેમ ચૂઆ મિશ્ર ગંધદ્રવ્ય)ની કૂંપી ઉત્તમ સુગંધથી ભરેલી છે તેમ હોજ (કુંડ) જળથી ભરેલો છે. સ્નાન કરનાર એમાં સ્નાન કરે છે. પાઠાંતર : ૨. ગ, ઘ, ૩ જલિ ભરી. છેદ રેડકી ચૂઆ ચંદન કરી અંઘોલ, કીધઉ કુકમરોલ, ચત મુખિ તંબોલ. સુગંધ સહી, ચંદમુખી ચંપકવાનિ, ચડી ચતુર તાનિ, રહઈ મયરિમાનિ, સુઘડ લડી. પ્રીલ જમલિ ઝીલણ લાગી, રમઈ રમતિ રાગી, માલા ભમર જાગી, દેખી ઇસ્યઉં, તવ બોલ ન સોહઈ નારી, જૂહ સુમતિ સારી. કહું જાણ વિચારી, તેહ કિસ્યઉં. ૧૩૧ ગદ્યાનુવાદ : ચૂઆ મિશ્ર ગંધદ્રવ્ય) અને ચંદનનાં સ્નાન કરીને કંકુનો લેપ કર્યો. મુખમાં સુગંધી રાતું પાનબીડું છે. ચંદ્રમુખી, ચંપકવણ તે ચતુરા મસ્તીએ ચડે છે. સુઘડ પુરુષને ?) પામીને મદનમાં અને માનમાં રહે છે. પિયુના સાથમાં સ્નાન કરવા લાગી. રાગથી રમત રમે છે. આવું દેખી ભ્રમરમાળ જાગી. ત્યારે નારીનો બોલ શોભતો નથી (નારી બોલતી નથી). (એની) સરસ બુદ્ધિ જુઓ. તે કેમ તે જ્ઞાની વિચારીને કહો. વિવરણ: છેલ્લી બે પંક્તિમાં, “નારી કેમ બોલતી નથી એવા જ્ઞાનીજનને પુછાયેલા પ્રશ્નનો ખુલાસો પછીની કડીમાં મળી રહે છે. પાઠાંતર : ર૩, , ૪, ૮, ૪ છંદનું નામ નથી રૂડિલા છંદ. ૧. રવ, . ૨ ૩ ૪ કરીય ખોલ ગ૪, ૩, ૪ કરી ઘોલ; રવ, ગ, ઘ, , ૪, ૮ દીધુ ૨૫૮ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy