SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યા અને વાઘણ એ આઠ ખરાબ (ચીજો)ને દૂર ત્યજવી જોઈએ. સુવર્ણ, કેળ, કુલવતી સ્ત્રી, કમલ, કૈલાસ, કવીશ્વર, કપડાં, ગઢ અને કપાસનો આદર કરીએ, એમ સહજસુંદર કહે છે. દુર્જનોને પનારે પડીએ નહીં, સજ્જનો સાથે સદાયે ગોઠડી (વાતચીત) કરીએ. જે કોઈ આટલા ભેદ જાણે તે કોઈ કદી આપત્તિ પામે નહીં. વિવરણ : આઠ ત્યાજ્ય બાબતોમાં કવિ વેશ્યાને એમાંની એક ગણે છે. એની સામે નવ સ્વીકાર્ય ચીજોની યાદી પણ કવિ આપે છે. આવી યાદી સાથે વર્ણસગાઈનું તત્ત્વ પણ સંકળાતું હોય છે તે જોઈ શકાશે. ‘વિક્મ’ને સ્થાને ‘વિલિ’ પાઠ લઈએ તો, કોઈ ઘેન કરનારી કે નિદ્રા લાવનારી વેલિ અભિપ્રેત હોઈ શકે. પાઠાંતર : ૧. ૨૬, ગ, ઘ, ચ, છ, ગ, લ, ટ, ૪ વિલિ (‘વિક્મ’ને સ્થાને); છ વિરાધિ (‘વરાહ’ને સ્થાને); રત, ગ, ૪, જ્ઞ વિસહર (વિસનર'ને સ્થાને) ૪ વિસહનર. ૨. છ વાઘ; છ વણિક્ક (આઠ'ને સ્થાને); ઞ પહ ટ એહ (પરહા’ને સ્થાને); ગ, ઇ નરકર ૪ નિરક્બર. ૩. રવ કૈલાસિ. ૪. ૬ કપટ; = સહજો; રવ કહઈ હૈં કહ્યું. ૫ હ્ર, ૮ વસ્તિ (પસિ'ને સ્થાને); ૪ કોટિ (ગોઠિ'ને સ્થાને); વ કરીયઇ. ૬. 7 બોલ જાણઇ; ગ જ કે ૬ જિ કો; રવતિ ગતિ કો; ગ કિસી ન લહિં તે આપા દ તેહનેં કિસી ન આવિ આપદા; ઘ પામઈ ૐ હઈં (લહઇ’ને સ્થાને). પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં હ્ર સિવાયની બધી જ પ્રતો ‘વિક્ખ'ને સ્થાને ‘વિલિ’ પાઠ આપે છે. પણ ત્યાજ્ય વસ્તુ તરીકે ‘વિધ્ન' જેટલું સ્પષ્ટ થાય છે એટલું ‘વિલિ’ = વેલ સ્પષ્ટ થતું નહીં હોવાથી મુખ્ય પ્રતનો ‘વિક્મ’ પાઠ જ રહેવા દીધો છે. એ જ રીતે જ્ઞ પ્રતના ‘વિસનર'ને સ્થાને કેટલીક પ્રતો ‘વિસહર' પાઠ આપે છે. પણ એ સ્વીકારતાં ‘વિસહર’ બેવડાય છે (કેમ કે આરંભમાં તો છે જ). વળી ‘વિસન૨’ એટલે વૈશ્વાનર, અગ્નિ એ ત્યાજ્ય વસ્તુઓના સંદર્ભમાં ઉચિત જ છે. પાંચમી પંક્તિમાં છૅ, ટ સિવાયની બધી જ પ્રતો વસ્તિ’ને સ્થાને પાસિ’ પાઠ આપે છે. વસ્તિ પાસિ' વચ્ચે કોઈ મોટો અર્થભેદ છે નહીં, છતાં વર્ણસગાઈનું તત્ત્વ જળવાતું હોવાથી ‘પાસિ’ પાઠ સ્વીકાર્યો છે. આ વેશ્યાચરિત્ત ચવઉં તુઝ આગલિ, કોશા કમલનયશિ તૂં સંભલિ, કઇ વીંછણિ કઇ રીંછણિ રૂઠી, વાઘિણિની પરિ વિલગઇ ઊઠી. ૭૮ ગદ્યાનુવાદ : તારી આગળ વેશ્યાચરિત્ર કહું છું (સંભળાવું છું). હે કમલનયની કોશા, તું સાંભળ. (વેશ્યા) વીંછણ કે રૂઠેલી રીંછણ જેવી છે. વાઘણની પેઠે તે ઊઠીને વળગે છે. ૨૩૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy