________________
બીજો અધિકાર ૨૩૧ પખું નવનવ પુરુષ, હવઈ ન રમવું તુઝ વેલી, બલિહારી તુઝ ઘસિ કરું ન ન હવઈ અચાલી. પૂસ્લિઉં પાય તાહરા સદા, બોલબંધ માહટ સહી,
ભરિ પીઉં કોસ ગંગા તણઉ, આજ પછી વિહડઉં નહીં. ૭૪ ગદ્યાનુવાદ : એ પ્રમાણે સહવાસમાં રહેતાં સદા મેં કપટ – છળ કર્યું છે. દરેક જણની સાથે મળવું અને વળી બીજાને હાથે ચડવું. નવનવા પુરુષને જોઉં છું, પણ હવે તને ટાળીને હું એમની સંગે) રમીશ નહીં. તારી દાસી તારા પર વારી જાઉં છું. હવે હું ચલિત ન થાઉં. સદાયે હું તારા પગ પૂજીશ. આ મારો કોલ છે. હવે ગંગાનો કોશ ભરીને પીઉં (ગંગાજળ લઉં, સોગંદ ખાઉં. આજ પછી અળગી નહીં થાઉં. વિવરણ: સહવાસિની = પડોશણ સ્ત્રી, અનેકની સાથે રહેતી સ્ત્રી – વેશ્યા એવા અર્થનો સંભવ સ્વીકારીએ તો અહીં પ્રથમ પંક્તિ “સહવાસ' એટલે “અનેક પુરુષો સાથેનો સંબંધ' એમ અભિપ્રેત જણાય છે.
બલિહારી કરવી એ “વારી જવું, ન્યોછાવર થવું' એ અર્થમાં મધ્યકાળમાં એક વિશિષ્ટ રૂઢ પ્રયોગ છે. એ જ રીતે અપરાધીઓ પોતાની નિર્દોષતા દર્શાવવા જે અંજલિ ભરે, પાણી પીએ તેને માટે કોશ ભરી પીવો' એવો પ્રયોગ છે. પોતે જેને પ્રિય કે પવિત્ર માની હોય એ નદીના સોગંદ ખાવાની રસમ પણ જાણીતી છે. પાઠાંતર : ૧. ર૪, ગ, ઘ, , , , , રહી, ૨૪ કરિવું ૨. ર૪ મિલવું; ૪ સાથિ છે હત્યિ “સલ્વિને બદલે); હથ; ર૬ હથિ ચડેવુ = હાથિ પારકે ચડેવું. ૩. ર૩ પેખ રેખ નવ પુરુષ; ર પેખી; ગ હવઈ નર મૂકે ટાલી. ૪. આ ચિત નિઈ વાલી (બીજું ચરણ) ૮. તન હીઉં બાલી (બીજું ચરણ). ૫. ટ પૂરું પય; ર૩ “બંધ' નથી, ૨, ૩તાહરુ (માહરુને બદલે). પાઠચર્ચા: પહેલી પંક્તિમાં 5 પ્રતના રહિત પાઠને સ્થાને રહી”નું વ્યાપક પાઠાંતર મળતું હોવા છતાં રૂ નો પાઠ એટલો જ બંધબેસતો થતો હોઈ યથાવત્ રાખ્યો છે.
બીજી પંક્તિમાં વર પ્રતના સાથિ’ પાઠને સ્થાને રવ, ઇ જેવી પ્રતોનો “સચૈિ” પાઠ એટલા માટે લીધો છે કે એનાથી “સલ્થિ – હત્યિ'નો આંતપ્રાસ જળવાય છે.
પાંચમી પંક્તિમાં ૪ પ્રતના ‘તાહરુને બદલે “માહરુનું વ્યાપક પાઠાંતર મળે છે. કોશાની ઉક્તિના સંદર્ભમાં માહર ઉચિત જણાય છે અને ઘણી પ્રતોનો એને આધાર છે એથી માહરુ' પાઠ લીધો છે.
અહ્મ ઘરિ આવઈ કોડ, લોક પરદેશી પરથી વિશની વેધ-વિલગ્ન, ભમી ભમરા જિમ અરથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org