SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મહુધા મરદ્દ, રાય ચણા ગલ જોવા, સબલાબ સારથવાહ, સેઠિ સેનાની છોડવા, ધનલોભ-થોભ દેતા જિ કે, હઈયાથી તે અત્યમઇ, સંતોષ(ખ)પોખ પૂરી હવઇ, એક નામ તાહનું ગમઇ. ૭૫ ગદ્યાનુવાદ : અમારે ઘેર અસંખ્ય પરદેશી લોક દૂરથી આવે છે. વ્યસની, રસિકતા (આસક્તિ)માં રચ્યાપચ્યા એવા તે લાલચુ ભમરાની જેમ ભમે છે. મુકુટધારીઓ (સામંતો), એકાકીઓ (અનન્યો) (?) અને રાજવીઓને ગળેથી પકડ્યા, આંકડામાં (લાલચમાં) ફસાવ્યા. બલવંત પુરુષો, સાર્થવાહો, શેઠિયા, સેનાનીઓ સર્વને હવે છોડી દીધા છે. જેઓ ધનની લાલચ આપતા અને પ્રશંસા કરતા તે હવે હૈયામાંથી આથમે છે (અળગા થાય છે). (તું) હવે સંતોષનું પોષણ કર. એક માત્ર તારું જ નામ ગમે છે. વિવરણ : પ્રથમ પંક્તિમાં, પરથી’ પાઠ કદાચ પરસ્થિત પરથી વ્યુત્પન્ન થયો હોય, તો ‘બીજેથી’ કે અજાણ્યા લોક' એવો પણ અર્થ થાય. (?) - ત્રીજી પંક્તિમાં આવતા ‘મફરદ્દ’ પાઠ માટે એકાકીઓ – અનન્યો – એકલવીર (?) એવા અર્થની સંભાવના એ આધારે કરી છે કે ‘મુરદ’નો અર્થ હિંદી કોશ ‘અકેલા’ અને રાજ. શ.કો. ‘એક, અકેલા' અર્થ આપે છે. છઠ્ઠી પંક્તિમાં ‘પૂરી’ પાઠ છે તે પૂરિ' (= પૂર) એમ આજ્ઞાર્થનું રૂપ ગણવું યોગ્ય લાગે છે. પાઠાંતર : ૧. ૪ કોસિ (કોડિને બદલે); જ્ઞ અરથી. ૨. સ્વ વિધિ (વેધ'ને બદલે). ૩. રવ મંડઉધાઘ મુડધા છે, ૮ મઉડબધા ૪ મુડોધાં જ મુડબ; ઘ મકરંદ (‘મફરદ્દ’ને બદલે) ૬ નરિદ્દ છ મંડલીકટ મંગલિક. ૪. ૪ પંક્તિ નથી. ૫. TM દેવા જિવા જિ કે; સ્વ, ઘ, ૬, ૭, ૬, ૮, ૪ હીયા થિંકી; ૬, ૮ જે (તે'ને સ્થાને). ૬. ૦ પેખિ (પોખ'ને સ્થાને); સ્વ, ઘ, છ, ટ પૂરી કરી; રવ, 7 હિવઇ ૬ હિતું ટ હર્વિ (‘ગમઇ’ને સ્થાને). ઇશ પિર સંભલિ વયણ, સૂઅણ મનમાંäિ વિમાસઇ, ફોકટ ભાવ કપટ્ટ, કરઈ મુખિ અન્ન પાસઇ, જાણઇ જાતિસભાવ, વેસિ ઘટ ભીંતરી ખોટી, બાહિર દાખઈ રંગ, ચતુર લેખવઇ ચિણોઠી, એહની ગોઠિ બિ ઘડી ભલી, કિમ થાઇ અસતી સતી, કુલવહુ પ્રેમ પાલઈ જિસ્યઉ તિસ્યઉ તે નાણઇ રતી. ૭૬ ગદ્યાનુવાદ : આ પ્રમાણે વચન સાંભળીને (તે) સુજન મનમાં વિચાર કરે છે : એનો ભાવ ફોગટ છે. એ કપટ કરે છે. મુખે બીજું જ પ્રકાશી (બોલી) રહી છે. ચતુર ૨૩૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy