________________
૨ ૧ મ્ ઢ
૧ મ
૨ ૧ ૨ તી ન ઈ
૧ ૧ ક સ
૧ ૨ ૧ ૧ વિ ચ ક્ષ ણ
= ૧૬ માત્રા
અહીં પ્રત્યેક ચરણ ૧૬ માત્રાનું થાય છે. પહેલા અને બીજાના તેમજ ત્રીજા અને ચોથાના ચરણાન્ત પ્રાસ મળે છે.
રેડકી છંદ
બૃહત્ પિંગલમાં રેડકી છંદ અંગે કાંઈ પરિચય મળતો નથી. એ જ રીતે આ નામનો કોઈ છંદ ચારણી પરંપરાના છંદોમાં હોવાનું પણ જણાતું નથી. પણ અહીં “ગુણરત્નાકરછંદમાં અપાયેલી રેડકી છંદની કડીઓને આધારે એના બંધારણ અંગે કેટલોક વિચાર કરી શકાય. અહીં ચાર ચરણનું એક એકમ એવાં ચાર એકમોની કુલ ૧૬ ચરણની એક કડી બનેલી છે. પ્રત્યેક એકમમાં પ્રથમ ત્રણ ચરણ ક્વચિત્ અપવાદ સિવાય ૮ અક્ષરનાં બનેલાં છે. જ્યારે ચોથું ચરણ ૫ અક્ષરનું બનેલું છે. જેમ ચોથું ચરણ ટૂંકું છે તેમ પહેલા ચરણના ઉપાડમાં કેટલાક અક્ષરો (૨ કે ૩) વધી જઈને પહેલું ચરણ મોટું થાય છે. ઉપાડમાં ઘણી વાર પ્રથમ શબ્દ દ્વિરુક્તિ પામે છે તો ક્યારેક પ્રથમ શબ્દ સાથે પ્રાસમાં મળતો ધ્વનિએકમ ઉમેરાઈને પ્રથમ ચરણની અક્ષરસંખ્યાને વધારે છે. અહીં પ્રત્યેક એકમમાં પ્રથમ ત્રણ ચરણ પ્રાસથી સંકળાયેલાં છે. એટલે કે એમનો ચરણાન્ત પ્રાસ મળે છે. ઉપરાંત પહેલા અને બીજા એકમના છેલ્લા ટૂંકા ચરણનો પ્રાસ મળે છે. એ રીતે ત્રીજા અને ચોથા એકમના છેલ્લા ટૂંકા ચરણનો પ્રાસ મળે છે.
ગ અને ૪ પ્રતમાં રેડકી છંદની ૧.૧૦થી ૧૩ કડીઓ વિકલ્પ “ભમરાઉલિ' છંદ-નામથી નિર્દેશાઈ છે અને ૪ પ્રતમાં રેડકી છંદની ૨.૧૩૧મી કડી વિકલ્પ “રૂડિલા’ છંદનામથી નિર્દેશાઈ છે બૃહતિંગલ'માં ભમરાઉલિ'નું બંધારણ મળે છે પણ એ આ કડીઓના છંદબંધારણથી જુદું પડે છે. પણ રેડકી’ અને ‘રૂડિલા” એ બે એક જ છંદનાં વૈકલ્પિક નામો હોવાનું જણાયું છે. એનો વધુ પુરાવો એ છે કે “અનુસંધાન’ અંક ૮ (ઈ.સ.૧૯૯૭)માં ઈસરસૂરિ-વિરચિત “લલિતાંગચરિત્ર/રાસ-ચૂડામણિ' કાવ્યકૃતિ , (સંપાદક : ડૉ. હરિવલ્લભ ભાયાણી) પ્રકાશિત થઈ છે એમાં “રોડિલ્લા' છંદનામનિર્દેશવાળી ૩૭૦થી ૩૭૯ તેમજ ૪૦ ક્રમાંકવાળી કડીઓ મળે છે. એનું બંધારણ ગુણરત્નાકરછંદની રેડકી છંદની કડીઓને પૂરેપૂરું મળતું આવે છે. ત્યાં પણ ચાર ચરણનું એક એકમ એવાં ચાર એકમોની કડી છે, પ્રત્યેક એકમમાં પહેલા ચરણના ઉપાડમાં ૨ કે ૩ અક્ષર વધી જઈને ચરણ મોટું થાય છે, રજા-૩જા ચરણમાં ઘણુંખરું ૮ અક્ષર છે (ક્વચિત્ ૭ કે ૯), અને ચોથું ચરણ ટૂંકુ ૫ અક્ષરનું છે. અહીં પણ ૧૨૮ / સહસુંદરકૃત ગુણરત્નાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org