________________
આગળપાછળ ઊતરીને પ્રિયનો (વસ્ત્રનો) છેડો પકડે છે. વિવરણ : એક સુંદર સ્વભાવોક્તિ ચિત્ર. કશાય કલ્પનો – ઉપમાનો વિનાનું ચિત્ર પણ કેટલું ભાવપૂર્ણ બની શક્યું છે ! પાઠાંતર : ૧. ૨૨ પલા ભરઇ.
છંદ હાટકી પાલવ કરિ ઝાલાં, પ્રી જવ ચાલઈ સાલઈ સાલ સમાન, મંત્રીસ્વર થાવા, નહીં ઘઉં જાવા, ઊભા રહુ સુજાણ, વાસઉ પ્રીલ મોરા, ઊજડ ઓરા પાય પડઉં ઘઉં માન,
સોભાગીસુંદર, ભોગપુરંદર પાછા વલઉ પ્રધાન. ૨૪ ગદ્યાનુવાદ : હાથથી છેડો પકડે છે. જ્યારે પ્રિય ચાલે છે ત્યારે તે શલ્યની પેઠે ખેંચે છે. મંત્રીશ્વર બનવા માટે હું જવા નહીં દઉં. હે સુજાણ, ઊભા રહો. હે મારા પ્રિય, તમે આ ઉજ્જડ ઓરડામાં વાસ કરો. હું તમારે) પગે પડું છું. વિનંતી સ્વીકારો. () હે સૌભાગ્યસુંદર, હે ભોગવિલાસમાં ઈન્દ્ર સમાન, હે (અગ્રણી) પુરુષ, પાછા વળો. વિવરણ : મધ્યકાળમાં “માન માગવું પ્રયોગ વિનંતી કરવી'ના અર્થમાં પ્રચલિત છે. અહીં એથી વિરુદ્ધ “ઘઉ માન’ – માન આપો એવો પ્રયોગ છે. એટલે વિનંતી માગણી) સ્વીકારો' એવો અર્થ અભિપ્રેત હોવાનો સંભવ ગણી શકાય. પાઠાંતર ઃ ૨. ર૩, પ, ૬, ૪ ઊભા; રુ રહઈ ટ રહિ. ૩. છ વિમાસુ (‘વાસઉને બદલે); ઉજજલ ઓરા. ૪. ર૪ વાલું.
નિસનેહા થાસ્યઉં, મંદિરિ જાસ્યઉં, મિલસ્પઈ સહુ કુટુંબ મુઝનઈ વીસારી, વરસ્યઉ નારી હિસ્યઉ કરી વિલંબ, ગણિકા ગુણવંતી, ઇમ વિલતી કિમ રહિસ્યાં નિરધાર,
યૌવનભરિ માતાં. ઇડી જાતાં કિમ શોભઉ સુવિચાર. ૨૫ ગવાનવાદ: તમે નિઃસ્નેહ થશો, મંદિરે નિજ આવાસ) જશો, સર્વ કટુંબ ભેગું થશે. મને વિસારીને સ્ત્રીને પરણશો. વિલંબ (દૂરતા ?) કરીને રહેશો. ગુણવંતી ગણિકા એમ વિલાપ કરે છે. તે નિરાધાર (હવે) કેમ રહેશે ? ભરપૂર યૌવનમાં મત્ત હતાં તે વેળા છોડી જતાં, હે સુવિચારી, કેવી રીતે શોભો ? પાઠાંતર ઃ ૧. ૪ મિલઉ. ૩. ર, ગ, ઘ, ટ એ ૪ બહૂ (ઈમ'ને બદલે); રવ રહિસુ સુ ૪ રહી. ૪. ૪ માતી; નવિ સોભો (“કિમ શોભઉ'ને બદલે).
ભૂપાલ ભલેરા, પુરુષ અનેરા તે નાવઈ આવાસિ,
વેશ્યા અકુલીશી થઈ સકુલીશી, જઉં બઈઠી તુઝ પારિ, ૨૭૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org