________________
ત્રીજો અધિકાર | ૨૭૭ ચિહું દિસિ ચઉસાલી, એ પટશાલી તુઝ વિણ સૂની આજ,
ઈમ કોશ્યાવયણ સણી નવનવ પરિ તવ બોલઈ કવિરાજ. ૨૬ ગદ્યાનુવાદ : ઉત્તમ રાજાઓ, અનન્ય પુરુષો તે (આ) આવાસમાં આવતા નથી. આ અકુલીન વેશ્યા જ્યારે તારી પાસે બેઠી ત્યારે સકુલીન બની. ચારેય બાજુ ખુલ્લી એ પરસાળ આજે તારા વિના સૂની છે. આમ જુદે જુદે પ્રકારે કોશાનાં વચન સાંભળીને ત્યારે કવિરાજ બોલે છે. પાઠાંતર : ૧. ગ તે આવઈ, ૪ નાવે તે ઘરિ આવાસિ. ૨. ૮ જઇ (“જીને બદલે); ૪ નુહ પ્રીય (‘તુઝ'ને બદલે). ૩. ૪ ચિત્રશાલી (“ચઉસાલીને બદલે); તુહ્મ. ૪. ૩, ૪ ઇમ (‘તવ'ને બદલે); ૪ બોલ્યો.
કોશ્યા મન પાડઈ બંધવ ત્રાડઈ રાય તણી દઈ આણ, હઈડઈ દુખિ દાધઉ, બિહું પરિ બાધઉ કહી કિમ કરવું વિનાશ૧, મનસ્યઉં મન મિલતી, હિ વિલવંતી વારે વારોવાર,
માહરઈ તું પ્રીતી જગત્ર વદતી નવિ ચૂકઉં વ્યવહાર. ૨૭ ગદ્યાનુવાદ: એક બાજુ કોશા મન પાડે (ડગમગાવે છે. બીજી બાજુ ભાઈ મોટેથી અવાજ કરે છે અને રાજાની આજ્ઞા જણાવે છે. હૈયામાં દુ:ખથી દાઝેલો હું બન્ને પ્રકારે મુશ્કેલીમાં મુકાયો. કહો, શો ઉપાય કરું ? મન સાથે મન મેળવ્યું છે એવી તું વિલાપ કરતી અટક. હું વારંવાર તેને અટકાવું છું. મારે તારી સાથે પ્રીતિ છે એ તો ત્રણે જગતમાં પ્રસિદ્ધ છે. હું વ્યવહાર નહીં ચૂકું. વિવરણ આગળની કડીઓમાં કોશાના મનોકંઠનું આલેખન હતું તો અહીં સ્થૂલિભદ્રનું હૃદયદ્રુદ્ધ છે. પાઠાંતર ઃ ૧. ટુ વેશ્યા; ર નઈ (‘મન’ને બદલે; ગ ત્રાટઈ; ધૂ ૨. હીંડાં દુખિ; ઇ કરઈ વિનાણ. ૩. ન તૂટ્યું મન મિલતી; રુ. , ૪ રહઈ; ર૦ વિલતી ઇ. ૪ વિલવિલતી ૪ લવલવતી. ૪. ૪ પ્રીતમ ('પ્રીતી’ને બદલે); ૩ નહીં; ૨૨, ટ મૂકું
ચૂકઉંને બદલે). પાઠચચ: ત્રીજી પંક્તિમાં ૪ પ્રતના રહઈ' પાઠને સ્થાને અન્ય પ્રતોનો રહિ પાઠ
સ્વીકાર્યો છે. કેમકે “રહિમાંનું આજ્ઞાર્થનું રૂપ અહીં બંધ બેસે છે. ‘વિલાપ કરતી રહે – અટક.' – એમ અન્વયાર્થ છે.
ઈશિ પરિ સમઝાવીકોશિ મનાવી ચાલ્યા ચાલણહાર, પથદલ પરવરીઆ, રથ જોતરીઆ, તરવરીઆ તોખાર, જયમંગલ ભેરી, સરસ નફરી વજઈ ગુહીર દમામ, જોવા જન મિલીઆ, રણરાઉલીઆ, દેખી કરઈ પ્રણામ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org