________________
બીજો અધિકાર / ૨૨૭ ભુજદંડ વડે ભડાક દઈને વીર પુરુષને ભેટે છે. વિવરણ : ફારસીમાં ‘ગુઝ' શબ્દ છે જેનો અર્થ ગદા જેવું એક શસ્ત્ર' થાય છે. પાઠાંતર ઃ ૧. ગ, ટ ભમહિ; રવ કમિણિ ટ કામિની, ૨૦, ગ, ઘ, ૨, ૪, ૩, ૪, , તડક્ક/ક્ત (“કડક્તને બદલે). ૨. ૪ ગદંડ; ટ ભેદી. પાક્ય : સિવાયની તમામ પ્રતો કડક્ઝ'ને સ્થાને તડક્ક | તડબ્બ' પાઠ આપતી હોવા છતાં “કડમ્બ” પાઠ વધુ કાવ્યોચિત અને બંધબેસતો જણાતાં મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. “તાકઈ તીર-કડબ્બ' = ‘કટાક્ષ-તીર તાકે છે એ કોશા સંદર્ભે વધુ ઔચિત્યપૂર્ણ છે.
જે પ્રતો 5 પ્રતના કમાણિ'ને સ્થાને “કામિણિ' કે “કામિની' પાઠ આપે છે ત્યાં તો સ્પષ્ટ અર્થભેદ જ થઈ ગયો છે.
ખેડાં સોવિન ખટલી, વેણી કરિ તરૂઆરિ,
યૌવનરસ જોઈ ચડી, મારઈ મૂલિ કુઠારિ. ૬૬ ગદ્યાનુવાદ : સુવર્ણની ખીંટલી (એક આભૂષણ)ને ઢાલ અને વેણીને તલવાર કરીને, યૌવનરસના જોરે ચડીને (બળ કરીને) મૂળમાં કુહાડી મારે છે. પાઠાંતર : ૧. ૪, , , , ટ ખીંટેલાં. ૨. ૪ કુઠીર ઇ કટારિ ((કુઠારિ’ને બદલે).
આગઈ અતિ ફૂટરપણઉં, દેવિ જિસી સુપ્રસન્ન
કરિ કકસ કાને ધડી, મણિમુદ્રી સુવ. ૬૭ ગદ્યાનુવાદ : સુપ્રસન્ન દેવી જેવી (એનામાં) પહેલેથી જ અતિ ફૂટડાપણું સૌંદર્ય) છે. હાથે કંકણ, કાને ધડી (એક આભૂષણ) અને સોનાની મણિમુદ્રા છે. પાઠાંતર = ૨. ટ સોવન ધડી; ર૩, ગ, ઘ, , , ૬, ૮, ૪ મૂડી / મુંદ્રડી.
વૃદ્ધનારા છંદ સુવન્ન દેહ રૂપરેહ કામગહ ગજજએ. ઉરત્ય હાર હીરચીર કચુકી વિરજીએ, કષ્કિલંકિ ઝીણ વીણ ખગ્નિ ખગ્નિ તુમ્મએ,
પયોહરાણ પકિન પધ્ધિ લોક લકખ ઘુમ્મએ. ૬૮ ગદ્યાનુવાદ : (કોશાનો) રૂપની પરિસીમા અને કામગૃહ સમો સુવર્ણમય દેહ ગાજે છે. ઉર પર રહેલ હાર, હીરનાં ચીર અને કંચુકી વિરાજે છે. કેડનો લાંક, ઝીણી વેણી – એ ખગો (તરવારો) ધમધમે છે. પયોધર (સ્તન) જોઈજોઈને લાખો લોક ઘૂમે છે, (ભટકે છે, ભ્રાન્ત થાય છે.) વિવરણ: ટૂંકા અંતરે આવતા યતિવાળા વૃદ્ધનારાજ છંદની લયછટા તેમજ ઝડઝમક અને આંતરપ્રાસનું સૌંદર્ય અહીં માણી શકાશે. (કડી ૬૮થી ૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org