SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આઈ આપુ અમૃતવાણિ, કસી મ કરશુ કાણિ, હીઇ સુમતિ આશિ, કવિત ભર્ણ, સેવઉ સેવઉ સારમાય, સંપત્તિ સયલ થાય, દારિદ્રપાતિક જાય, કવીય તસ. ૧૩ પહેલો અધિકાર / ૧૮૩ ગદ્યાનુવાદ : તારાં ચરણોની અને ચાર ભુજની પૂજા કરું. હું કવિ તરીકે પ્રતિષ્ઠા પામું (એવું ઇચ્છું છું.) (મારા ઉપર) પ્રેમ ધરો. એક તારું ધ્યાન ધરું છું. એટલી આજીજી કરું છું કે કીર્તિ અને માન (ઇજ્જત) વધે એમ કરો. હે માતા, અમૃતવાણી આપો. એમાં કાંઈ કસર (સંકોચ) કરશો નહીં. હૈયે સુમતિ આણીને કવિતા કહું છું. માતા શારદાને સેવો (ભો) તો સકલ સંપત્તિ પ્રાપ્ત થાય, કવિજનનાં દારિદ્રયપાતક નાશ પામે. પાāતર : ૧. - પૂજય પૂજય; ૪ વલીય ચતુરભુજ એ ચરણ નથી. ૨. ૪ સકલવિધજ. ૩ ૪ પંક્તિ નથી; ૪ ૪ પંક્તિ નથી; ૫ ગ, ટ, ૬ કિસીય; સ્વ, ગ, ઘ, ગ, ઙ, ટ, ૪ ૬ ગ ભણ. છપ્પય, કલશ શકિત વહઉ સહુ કોઇ, સકતિ વિણ કિંપિ ન ચલ્લઇ, શકતિ કરઇ ધનવૃદ્ધિ, શકિત વયરી વિલ કિલ્લઈ, સકતિ વિના નહુ ધર્મ, કર્મ પણિ એક ન હોઈ, શકતિ રમઈ ત્રિભુવત્રિ, શકતિ સેવઉ નિતુ સોઈ, નવનવે રૂપિ રંગŪ ૨મઇ, નામ એક માતા સતી, કવિ કહઇ સહજસુંદર સદા, સોઈ પૂજઉ સરસ્વતી. ૧૪ ગદ્યાનુવાદ : સહુ કોઈ શક્તિસ્વરૂપ પ્રાપ્ત કરો. શક્તિ વિના કાંઈ પણ ચાલતું નથી. શક્તિ ધનવૃદ્ધિ કરે છે, વળી વેરીને પાડે છે. શક્તિ વિના ધર્મ હોતો નથી, વળી એક પણ કામ થતું નથી. શક્તિ ત્રિભુવનમાં રમે છે. તે જ શક્તિને નિત્ય સેવો. તે નવનવા રૂપે આનંદપૂર્વક રમે છે. કવિ સહજસુંદર કહે છે, જે સતી માતાનું એ એક નામ છે તે સરસ્વતીને સદા પૂજો. પાઠાંતર : રવ, ૪, ૫, ૪ છંદનું નામ નથી ઘ કલશ: TM કવિત ષટ્પદ: છ ષટ્પદ ૬ કલશ છંદ ટ કવિત્ત. ૧. ઘ શક્તિ; ઘ વર્શિ (‘વહઉ' સ્થાને) ૬ વર્ષે છ કહઇ ટ કહિ ૪ વહð; ઘ શક્તિ; ટ કોઈ. ૨. ઘ શક્તિ; ટ ધનઋદ્ધિ; ઘ શક્તિ; ગ, ૪ ઘણ (‘વલિ’ને બદલે) પ બલ ૧ દલ; રવ, ૬, ૭, ૪ રિલ્લઇ ગ રિસ્લિપ રેલેં જ્ઞ રલ્લઇ ટ રી. ૩. ૬ શક્તિ; = પિણ ૩ પણઈં. ૪. ઘ શક્તિ; = વહઇ (૨મઇ’ને બદલે); હૈં, ૬, ૮ ત્રિહું ભુવનિ; દ્દ શક્તિ; ગ, ૪, ૪ સહૂ(‘નિતુ'ને બદલે); ગ, ૫, ૪ કોઈ. ૫. ૬, ૨, ૪ રંગ રૂપિં; રવ મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy