________________
ઇ લજાવી.
દેઈ દાન ઘઉં વલિ પોષઈ, પાડલપુર સઘલઉં સંતોષઈ,
ઘરઉંબર સુકુટંબ જિમાડઈ, કુલની કરતિ ભલી ભવાઈ. ૧૪ ગદ્યાનુવાદ : વળી ઘણું દાન આપીને સઘળા પાડલપુરને પોષે છે અને સંતોષે છે. ઘરને ઉંબરે (અથવા એકેએક ઘરને) સહકુટુંબ જમાડે છે. કુળની કીર્તિને રૂડી – ઉજ્વળ કરી બતાવે છે. પાઠતર : ૧. ૨૩, , ૩, ૪, દેઈ દાન વલી તિ પોષ(ખ); ગવલી ઘણ પોષઈ; ૨૩, ૫, , , સાચલું (સઘલઉં'ને બદલે). ૨.૮ સકલ કુટુંબનું જ ભમાડે (“ભવાડઈને બદલે). પાચર્ચા : પ્રથમ પંક્તિમાં પોષઈ સંતોષનો ઉચ્ચાર તો પોખઈ', “સંતોખઈ જ ગણવો જોઈએ. અન્ય ઘણી પ્રતોમાં અને સ્થાને ખ’ જ લિપિબદ્ધ થયેલો મળે છે.
ફોક્લ પાન અનઈ લ નીલાં, આપી શ્રીલ કીધાં ચલાં,
કુલ આચાર કરી સવિ કામહ, થૂલિભદ્ર દીધઉં તસુ નામહ. ૧૫ ગદ્યાનુવાદ : પાન, સોપારી, નીલાં ફળ અને શ્રીફળ આપીને તિલક કર્યો. કુળના આચાર પ્રમાણેની સર્વે ક્રિયાઓ કરીને તેનું નામ સ્થૂલિભદ્ર આપ્યું. પાઠાંતર : ૧ ૪ ફલ અને નીલા (‘અનઈ હલ નીલાં' ને બદલે). ૨ ‘કરી નથી.
લીલાપતિ લહૂઉ ધન માનું. ધાવઈ થાન વલી ઘણ માનું,
લાલઈ પાલઈ નઈ સંસાઈ, સુત સાંહામઉં વલિ વલી નિહાલ ઈ. ૧૬ ગદ્યાનુવાદ : લઘુ વયના એ ક્રીડા કરનારને ધન્ય માનું છું. વળી તે માતાનાં સ્તન ઘણું ધાવે છે. માતા પુત્રનું) લાલનપાલન કરે છે ને પંપાળે છે. પુત્રની સામું વળીવળીને નિહાળે છે. વિવરણ: સ્થૂલિભદ્રનાં બાળપણ અને ઉછેરનું વર્ણન (કડી ૧૬થી ૨૨). આ કડીમાં આવતાં ધાવઈ, લાલઇ, પાલ, નઇ, સંસાલઇ, નિહાલઈ-માં “આઈ કાર અને કારનાં આવર્તનો, એનાથી સધાતી ઝડઝમક તેમજ ક્રિયાપદોની પ્રચુરતા અચુક ધ્યાન ખેંચશે. પાઠાંતર : ૧૨, , ઘણું વલી (‘વલી ઘણ'ને બદલે). ૨ , ૪, ૩, , ૪ સંભાલે/સંભાલ) (“સંસાલઈને બદલે); ર૩, ૪ લલિલલીય (‘વલિ વલી’ને બદલે).
ટોપી સિરિ સોહઈ અતિ ચંગ, જરબાફી નવનવી ફિરંગી,
હીરાગલ આગલઉં દુરંગું, બાલ રમઈ તિહાં હોઈ સુરગૃ. ૧૭ ગદ્યાનુવાદ : જરી અને રેશમના વસ્ત્રની, અવનવીન, ફિરંગી અતિ સુંદર ટોપી માથે શોભે છે. બે રંગવાળું હીરાગલ ઝભલું પહેર્યું છે. આવો બાળક ત્યાં રમે છે એથી ૨૦૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org