________________
ગદ્યાનુવાદ: અઢાર પ્રકારની વનસ્પતિવાળાં ઘણાં વૃક્ષો ફળે છે. જાતજાતનાં લાખો પંખીઓ ત્યાં છે. મોર કળા કરીને તાંડવ નૃત્ય) માંડે છે. હંસી અને હંસ પરસ્પરનું) પડખું સાથ) છોડતાં નથી. પાઠતર : ગ કડી નથી. ૧.ભાવ (‘ભારને બદલે); રવ તિહિ. ૨. ર૪ આ મંડઈ જ મંડહ; ટ હસી હસી; પરણું (પાસઉને બદલે); ? પાસુ નવિ (ન પાસઉને બદલે); ઇંડહ.
સારસ પોપટ કોકિલ ચાસહ ચકવાં જોડિ રમઈ કૈલાસહ,
કેસરિ કટિલકી મનિ ભાલહ મૃગલાનાં મુખનNણ નિહાલહ ૪૨ ગદ્યાનુવાદ : સારસ, પોપટ, કોકિલ, ચાસ અને ચકવાની જોડી કૈલાસે રમે છે. કેડના લાંકવાળા કેસરીને મન દઈને (ઊલટથી) જુઓ. મૃગલાંનાં મુખ અને નયનને નિહાળો. પાઠાંતર : ૧. ર૩, ૨ ૩ વાસહ; રવ, , ૩, ટ કોડિ; ર૩, ૪, ૫, ૭, ૩, ૪, ટ, ૪ ગમઈ | ગમે – કરિ (“રમઈને સ્થાને). ૨. ગ વલિ (“મનિને સ્થાને); રવ, . , , , ૮, ૪ ભાલઈ ન સાલ0; ગ મુખ નયણિ, ૨, ૪, ૫, ૬, ૮, ૪ નિહાલઈ | નિહાલે.
શ્રીલ દાડિમલ બીજોરાં, ખંતિ કરી ખાવઈ વલિ બોરાં.
જોતાં જાણ તણાઈ મનિ યુવતી, આવી કોઇ મિલઈ ગુણ આવતી. ૪૩ ગદ્યાનુવાદ: શ્રીફળ, દાડમફળ, બીજોરાં ને બોરાં ખંતથી ખાય છે. (આ પ્રકૃતિશોભા જોતાં) જાણકારના મનમાં ગુણ કહેતી – પ્રગટ કરતી (ગુણવંતી) કોઈ યુવતી આવી મળે છે. પાઠાંતર : ૧, ૨, ૩, ૪ વલી (‘લ (૨)ને સ્થાને) નઈ બીજોર; ગ ચલી બોરાં. ૨. ૨૧, ૨, , , , ૮ ગુણવંતી (‘ગુણ ચવતી’ને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઘણી પ્રતો ‘ગુણ ચવતી'ને સ્થાને “ગુણવંતી' એવો પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતનો પાઠ એટલો જ બંધબેસતો હોવાથી અને ગ આદિ અન્ય પ્રતોનો આધાર હોવાથી પાઠ બદલ્યો નથી.
દૂહા છત્ર છાત્ર છતિ છેકડાં છાંય છલ્લી નારિ,
લ છતાં તઉ પામીઇ, જો તુસઈ ત્રિપુરારિ. જ ગદ્યાનુવાદ : જો ત્રિપુરારિ (શિવ) તુષ્ટમાન થાય તો છત્ર, છાત્ર, છત (સમૃદ્ધિ), છેકડાં, છાંય અને છબીલી નારી - એટલાં ફળ પમાય.
વિવરણ : છાત્ર’ એટલે શરણ લેનાર, વિદ્યાર્થી, શિષ્ય, અનુયાયી – એમાંથી ૨૧૮ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org