________________
થરાદા શિખર સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર નથી. ફરક માત્ર જુદા જુદા રંગ મળ્યા તેને છે. તેવી રીતે આત્મપણમાં ત્રણ પ્રકારના આત્મામાં કઈપણ જાતને ફરક નથી. જે બહિરાત્મા તે અંતરાત્મા અને તે પરમાત્માને આત્મા છે. તે ત્રણેમાં ફરક નથી. ફરક માત્ર સાથેની ઉપાધિનો છે. પાણીમાં જુદા જુદા કલર ભળ્યા હોવાથી તે પાણી જુદા જુદા રૂપે માલુમ પડે છે. તેવી રીતે આ આત્માના સ્વરૂપથી કંઈ ફરક નથી. ફરક માત્ર ઉપાધિને છે. ઉપાધિ કઈ? મિથ્યાત્વ–મેહ–રાગ-દ્વેષ આદિ ઉપાધિના કારણે આત્મા ઉપાધિમાં પડે છે. અને જે ઉપાધિમાં અટવાઈ જાય, અકળાઈ જાય તેનું નામ બહિરાત્મા. નાટકમાં રાજાનું પાત્ર ભજવે અને પિતાને રાજા માને છે તેવી રીતે આત્મા કર્મને વશ થઈને એક ભવમાં જુદી જુદી અવસ્થાએ ભેગવે છે. ક્યારેક શ્રીમંત બને છે, ક્યારેક ગરીબ તે કયારેક રાજા બને છે. જન્મે છે ત્યારે બાળક છે પછી યુવાન અને વૃધ્ધ બને છે. આ બધી સ્થિતિઓને જે આત્માની મૂળસ્થિતિ માની લઈએ તે બહિરાત્મા અને મિથ્યાત્વી છીએ. કારણકે બોલપણ, યુવાની, ઘડપણ એ બધી પર્યા છે. જે સમ્યકત્વ રત્નને પામે છે તેને બહિરાત્મ ભાવ છૂટી જાય છે. તમે વિચાર કરે કે હું બહિરાત્મા છું કે અંતરાત્મા છું? આ સંસારની કેઈપણ ક્રિયામાં જીવ હુંપણને અભિમાન કરે તે તે વખતે અંતરાત્માપણું ક્યાં રહ્યું?
જીવનમાં ગમે તેટલી મુશીબત આવે છતાં જેઓ પિતાને સ્વરૂપને છેડે નહિ, કર્મરાજાના હુકમ પ્રમાણે આ જીવ જુદા જુદા નાટક ભજવે છે એવું જે જાણે અને સમજે તે અંતરાત્મ-દષ્ટિવાળા હોય છે. તેમને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં અફસોસ હોતો નથી. ઉપાધિમાં અકળાય કે મૂંઝાય નહિ પણ મારા કરેલાં કર્મો હું ભેગવું છું એમ માને તેને અંતરાત્મા કહેવાય. આવા અંતરાત્માના માથે ગમે તેવું ધર્મસંકટ આવે તે પણ વીતરાગ વચનની શ્રધ્ધા ન છોડે. અંતરાત્મા રત્નત્રયીને બાધ આવવા દે નહિ. શ્રેણીક રાજા, કૃષ્ણ, વાસુદેવ બધા અવિરતિ સમ્યષ્ટી હતા. છતાં જ્યારે જ્યારે ભગવાનની વાણી સાંભળવા જાય, દર્શન કરવા જાય, ત્યારે ભગવાન અને ભગવાનના સંતે જોઈને તેમની આંખમાં આંસુ આવી જતાં. અહે પ્રભુ! અમે આરંભમાં આસકત અને વિષયના વમળમાં તણાઈ રહ્યા છીએ, કુટુંબના કાદવમાં ગળાબૂડ ખેંચી ગયા છીએ. અમારા જેવા પામરેને કયારે ઉધ્ધાર થશે ? અમે અવિરતિના બંધન તેડી વિરતિની વરમાળા કયારે પહેરીશું ? ધન્ય છે આ નાના નાના સંતેને કે યુવાનીના પગથીયે પગ મૂકતાં જેમણે સંસાર છોડી દીધું. વિષયના જેમણે વમન કર્યા છે તેમને અમારા ત્રિકાળ નમન છે.
બંધુઓ ! જુઓ, આ છે સંસારમાં ગળાબૂડ ખૂંચેલા હતા છતાં અંતરાત્મદષ્ટિના દ્વાર કેવા ખુલી ગયા હતા ! અવિરતિ સમ્યગદષ્ટિ આત્મા વ્રત-પચ્ચખાણ ન કરી શકે. તે કષાયથી રહિત નથી બન્યા, આરંભના ઘરમાં બેઠા છે છતાં તેનું લક્ષ