________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
શ
www.kbbatirth.org
જેની છાતી વિશાલ હોય તે ધન તથા ધાન્યનો ભોગી થાય, જેનું મસ્તક વિશાલ હોય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાલ હોય તેને ઘણા પુત્ર તથા સ્ત્રી હોય, અને જેના પગ વિશાલ હોય તે હંમેશાં સુખી થાય. શુભલક્ષણો બલવંત હોય તો ખરાબ લક્ષણનું જોર ન ચાલે, અને ખરાબ લક્ષણો બલવંત હોય તો શુભલક્ષણનું જો૨ ન ચાલે. વળી ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે - તું કેવા પ્રકા૨ના પુત્રને જન્મ આપીશ ?, તે કહે છે -
(માણુમ્માળપમાળ) માન, ઉન્માન અને પ્રમાણ વડે (પડિવુળસુઝાયસર્વાંગસુંવા) સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું. માન, ઉન્માન અને પ્રમાણ કોને કહે છે તે જણાવે છે – માન એટલે, પાણીથી સમ્પૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા બાદ જે પાણી બહાર નીકળી જાય, તે પાણી જો એક દ્રોણ જેટલું એટલે બત્રીસ શે૨ વજનનું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થયેલો સમજવો. ઉન્માન એટલે-પુરુષને કાંટે ચડાવી જોખવાથી જો તેનું વજન અર્ધભાર થાય તો તેને ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. ભારનું માપ આ પ્રમાણે સમજવું – છ સરસવનો એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સોળ વાલનો એક ગદિયાણો, દસ ગદિયાણાનો એક પલ, દોઢસો ગદિયાણાનો એક મણ, દસ મણની એક ધડી, અને દસ ધડીનો એક ભાર. જે પુરુષને તોલતાં વજનમાં અર્ધભાર થાય તે ઉન્માનને પ્રાપ્ત થયેલો સમજવો. પ્રમાણ
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ વ્યાખ્યાનમ્
૩૯