________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
VAN
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમુ.
मणिबन्धात् पितुर्लेखा, करभाद् विभवाऽऽयुषोः । लेखे ढे यान्ति तिस्रोऽपि, तर्जन्यङ्गुष्ठकान्तरम् ॥११॥ येषां रेखा इमास्तिस्रः सम्पूर्णा दोषवर्जिताः । तेषां गोत्र-धना-ऽऽयूंषि, सम्पूर्णान्यन्यथा न तु ॥१२॥
મણિબંધથી પિતાની ગોત્રની રેખા ચાલે છે, અને કરભર થકી ધન તથા આયુષ્યની રેખા ચાલે છે. એવી રીતે એ ત્રણે રેખા તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણે રેખા સંપૂર્ણ તથા દોષ રહિત હોય તેઓના ગોત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવા, નહીંતર નહિ. उल्लङ्घयन्ते यावत्यो- गुल्यो च जीवितरेखया । पञ्चविंशतयो ज्ञेया-स्तावत्यः शरदां बुधैः ॥१३॥
આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓલંઘાય તેટલા પચ્ચીસ પચ્ચીસ વરસનું આયુષ્ય પંડિત લોકોએ જાણવું. આયુષ્યરેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે તો તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તો વિપત્તિના જાણવા. જેને મણિબંધ થકી ઊર્ધ્વરેખા નીકળી અંગુઠાની સન્મુખ આવે તો તેને સુખ થાય, ધનનો લાભ થાય, અને રાજયનો લાભ થાય. તે ઊર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તો રાજા થાય અથવા રાજા સરખો થાય. વચલી આંગળી સન્મુખ આવે તો આચાર્ય અથવા સેનાપતિ થાય. અનામિકા સન્મુખ આવે તો ઘણા ધનવાળો સાર્થવાહથાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લોકોમાં પ્રતિષ્ઠા પામે.
૧ કાંડું અને હથેળીની વચ્ચેના સાંધાને મણિબંધ કહે છે. ૨ મણિબંધથી ટચલી આંગળી સુધીના હથેળીના બાહ્ય ભાગને કરભ કહે છે. ૩ અંગુઠાની પાસેની આંગળીને તર્જની કહે છે.
૧ લાભ થાયઅગળી સખી આગળીની
૩૭.
For Private and Personal Use Only