________________
ગીતાદહન ] આમ (જીવન્મુક્ત થઈ) દેવોએ નિશ્ચિત કરેલું આયુષ્ય પૂર્ણ સુખમાં વીતાવીએ, [ પર
લાવ્યાં. તેઓ આ બધી વાતથી વાકેફ થયાં. વકીલે શ્રીજીને પૂછ્યું, “તમોએ આ ગૃહસ્થને તમે વકીલના કાકાના કે બાપાના છોકરા છો એ જાણવાની મારે જરૂર નથી એમ કહ્યું હતુ” શ્રીજી બોલ્યા, “હાં વકીલ બોલ્યા, “આપણે મોટા માણસો સાથે એમ ન વર્તીએ ” શ્રીજી બોલ્યા, “ મેં તેમને ધર્મ અને સુશીલતાના ન્યાયે સમાનતા નહિ ગુમાવવા જણાવ્યું હતું પરંતુ તેઓ તે રાખી નહિ શકયા, આથી મેં પણ મક્કમ નીતિનો આશ્રય કર્યો. બાઈએ મહાત્માશ્રીને ૫૩ લીધાઃ “ આમણે ઘણું સારું કર્યું; તમારા ભાઈ એવા જ તિસમારખાં છે.” વગેરે. આમ ચાર દિવસ પૂર્ણ થયાં. પાંચમે દિવસે સવારે મહર્ષિ સ્નાન માટે નદીએ ગયા હતા. એટલામાં નદીના પૂલની પાસે એક મોટર ઊભી રહી. તેમાંથી મોટર હાંકનારે પાણી લેવા નદી ઉપર આવ્યો. તેણે મહર્ષિવર્યાને દૂરથી દીઠા અને મેટરમાં બેઠેલા પિતાના માલિકને કહ્યું. તેઓ પણ સારા વકીલ હતા અને તેમની સાથે એક નાશિકના સુપ્રસિદ્ધ વૈદ્ય અને વારકરી સંપ્રદાયના એક કીર્તનકાર બુવા હતા. તેઓ સર્વે શ્રીજીના ભક્ત હોઈ મહર્ષિવર્યને અવધૂત યોગી તરીકે પિછાણુતા હતા. તેઓએ ડ્રાઈવરનું કહ્યું સાંભળતાની સાથે જ મહર્ષિવર્યની પાસે આવી સાષ્ટાંગ દંડવત કર્યા અને “હાલમાં અહીંયા વિહાર છે?” એમ પૂછયું. શ્રીજીએ ત્રણેને કુશળવૃત્ત પૂછયા બાદ સહેજ રમુજભાવે સ્મિત કરીને કહ્યું કે, હું અહીંયા સાધુ મહાત્મા તરીકે નહિ પણ નેકર તરીકે છું.” એ વાત સાંભળી આશ્ચર્યની સાથે શ્રીજીની લીલાથી તેઓ બધા કૌતુક કરવા લાગ્યા અને પુછયું, “ કયા ભાગ્યશાળીને ત્યાં?' શ્રીજીએ કહ્યું.
તમારા જેવા એક અહીં વકીલ છે, તેમને ત્યા” બાદ થોડો સત્સંગ કર્યા પછી તેઓએ વિદાય લીધી કેમ કે તેમને કોઈ કેસને માટે પુના કોર્ટમાં જવાનું હતું આગળ ગયા પછી તેઓએ શ્રીજીને ખબર નહિ પડે એવી રીતે ફરીથી ગામમાં મોટર હંકારી અને ચાર પાંચ દિવસથી નવો નોકર કોણે રાખ્યો છે તેની વકીલ મંડળમાં તપાસ કરતાં તે આ વકીલને ઘેર ગયા. આ ત્રણેની વકીલે સારી રીતે આગતાસ્વાગતા કર્યા પછી મહેમાનોએ. પૂછયું. આપને ત્યાં કોઈ નો નોકર ચાર પાંચ દિવસથી રહ્યો છે ?” વકીલ બોલ્યા, “ કેમ? કાંઈ ગુન્હાની ધમાં છો ?” મહેમાનો પૈકી એક વકીલ જ હતા, તેમણે કહ્યું “ ચારના મનમાં ચાંદરણે જ હોય ને ? આપણે વકીલ એટલે બરોબર ક૯૫ના કરીએ. તમે એમને ઓળખો છો? એમનો મેટો તમને શી રીતે થયો? એ કયાંથી આવ્યા. ” વગેરે બધું પૂછયું. વકીલે બનેલી સવ હકીકત કહા અને મારા ભાષણથી તેનામાં આ પલટો થયો એમ ભૂષણયુક્ત જણાવ્યું. પેલા ત્રણે જણું કાંઈ પણું બાહયા સિવાય એક બીજા સામું જોવા લાગ્યા; આથી વકીલને વધુ સંશય આવ્યો. તેમણે પૂછયું, “કેમ કોઈ ગુન્હ કરીને આવ્યા છે કે શું !” આ બાજુએ મહાત્માશ્રીએ વિચાર કર્યો કે આ લેકે ગામમાં જઈ મારી તપાસ કરશે. માટે હવે આપણે અહીંથી જ કરીને રામરામ કરવા પરંતુ તેઓશ્રી પાસે એ. વકીલને એક લેટો હતો ત પહોંચાડવો જોઈએ, એવો વિચાર કરે છે એટલામાં ત્યાંથી એક સદગૃહસ્થ ગામ તરફ જતા હતા તેમને હાંક મારી શ્રીજીએ બોલાવીને કહ્યું કે આપને તકદી આપવી છે તેથી માફ કરજે.
આપ કયાં રહો છો ?' તેઓ બોલ્યા: “આ જ ગામમાં.” પ્રમઃ “આપનું નામ ?' ઉત્તરઃ “નારાયગુલાલ” પ્રશ્ન: “ આપ શું કરો છો?” ઉત્તર : “ આપની દયાથી હાટનો વહેપાર” પ્રશ્નઃ “ આપને એક તદી આપવાની છે. ” શેઠ નમ્રતાથી બોલ્યા: “ બાબા ! ખુશીથી, શી આજ્ઞા છે?” મહર્ષિજી બોલ્યાઃ “જીઓ કે આ જે લેટો છે તે અહીંના ગામ બહાર રહેતા બંગલાવાળા વકીલને છે; તો તે તેમને પહેચાડશે ?' શેઠ બોલ્યાઃ “ જરૂર; પેલા શ્રી જેશી વકીલને ? એ તો મારા મિત્ર છે, જેમને ત્યાં કાઈ નો નોકર માનસપલટો થવાથી ચાર પાંચ દિવસ થયા આવ્યો છે એમ સાંભળ્યું છે તે જ વકીલને ?” શ્રીજીએ. હા કહી. આ રીતે લેટો પહોચાડી પોતે એમને એમ જ પ્રસ્થાન કર્યું. અવધૂત ગેશ્વરને શી ચિંતા ? આખું જગત એ સઘળું જેમને ઘર તેમને માટે શું કહેવું ? ત્યાગ ને ગ્રહણું બધું જ સરખું. કઈ પણ વસ્તુ પામે નહિ. આવી સ્થિતિમાં પ્રસ્થાન કરનારા પુરુષની કેટલી બધી સમતા હશે તેનો વિચાર વાચકદો જ કરે.
આ બાજુ વકીલને સંશય આવ્યો હતો. તેમણે માની લીધું કે આ કોઈ ગુન્હેગાર હશે, એટલામાં ચાહ પાણી આવ્યાં તે બધા પિવાની શરૂઆત કરે છે ત્યાં પેલા શેઠ લેટો લઈને આવ્યા. વકીલે યોગ્ય |