________________
જ ૫૦ ] म्यशेम देवहितं यदायुः ॥
[ મહર્ષિવર્યનું આદર્શવૃત્ત છે. તે ઉપરથી આ વ્યકિત કંઈ જુદી હોય એમ મને લાગે છે, માટે તેઓ ભલે રહે, પણ હું એમને કઈ હલકું કે ભારે કામ આપીશ નહિ” છેવટે બંનેમાં નિશ્ચય થયો કે તેમની પાસે ફકત સવારે અને સાંજે બે વખત વડે ભરીને નદીનું મીઠું પાણી પીવા માટે મંગાવવું. તેમણે શ્રી છને આ પ્રમાણે કર્યું. શ્રીજીએ ઠીક છે કહી રોજ સવારસાંજ સ્નાન માટે નદી ઉપર જતી વખતે એક એક પાણીનો વડે ઉંચકી લાવવાનો ક્રમ શરૂ કર્યો. બાઈ ભલાં હતાં નિત્ય દેવસેવા વગેરે પણ કરતાં હતાં સંતાન વગેરે કહ્યું હતું નહિ, તેમ આશા અને ઇચ્છા બંને રહ્યાં ન હતાં. વકીલ એમ પિતાને નાસ્તિક કહેવરાવતા પણ હૃદયના સારા હતા. જમતી વખતે મહાત્માશ્રીને બોલાવ્યા. શ્રીજીએ કહ્યું. “પ્રકૃતિને લીધે વિદ્યકીય સલાહ અનુસાર હ અન ખાતો નથી, ઉકાળા વગેરે ઉ છું.” આથી બાઈનો ભાવ વધ્યો, તેમણે શ્રીજીને કોઈ અજ્ઞાત રીતે વિચરનારા મહાત્મા છે, એમ, માનીને પતિને કહ્યું કે “મને લાગે છે કે તમે આ વ્યકિતને ઓળખી શાયા નથી. કેમ કે બે દિવસના પરિચયથી મને લાગે છે કે આ કોઈ ગુપ્ત મહાન વિભૂતિ છે.” વકીલ બોલ્યા, “ભાવિક લોકો એવા જ ભેળા હોય છે, તું હજી એવીને એવી જ રહી. જુઓ એને કે પલટો થયો ?” પણ બાઈના આગ્રહથી છેટે શ્રીજી પાસે પાણી લાવવાનું કામ પણ બંધ કરવાનું ઠરાવ્યું. શ્રીજી સ્નાન કરીને સાંજે પાણી લઈ આવ્યા અને ધડ નીચે મૂકો કે તુરત બાઈએ આવી સાષ્ટાંગ પ્રણામ કર્યા ને કહ્યું કે આપ આવતી કાલથી કોઈ પણ કામ કપા કરીને કરશો નહિ. અમે આપને ઓળખી શકતાં નથી. વકોલ તે આ માર્ગ સમજ નથી. શ્રીજીએ હસીને કહ્યું, “મૈયા, એવું કાંઈ નથી.” પછો વકીલે શ્રીજીને કહ્યું કે, આવતી કાલથી તારે પાણી નહિ લાવવું, પણ મારા ઓરડામાં બેસી રહેવું અને મારા સિવાય ગમે તે કોઈ આવે તે પણ બારણું ઉઘાડવું નહિ. તને કામની બરાબર ખબર નથી એટલે આ બધું સમજાવીને કહેવું પડે છે,' શ્રીજીને એક આરામ ખુરશી બતાવી તે ઉપર બેસી રહે જણાવ્યું. શ્રીજીએ પૂછ્યું, “પાણીનું કામ મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું. તેથી મારે શું સમજવું? હું એ કામ માટે લાયક ગણાયો કે નાલાયક?" વકીલે વધુ લક્ષ નહિ આપતા કહ્યું, “તારા રજા જે વો એટલે તને આ શ્રેષ્ઠ કામ આપ્યું છે.” મહાત્માશ્રી બોલ્યા, “તો ઠીક.” ત્રીજે દિવસે બપોરે વકીલ કચેરીમાં ગયા, પછી શ્રીજી આરામ ખુરશી ઉપર અંદરથી બારણું બંધ કરીને બેઠા હતા. એટલામાં બહારથી એક ગૃહસ્થ બારણું ઠેક્યું. શ્રીજીએ પૂછયું, “કેણું' ઉત્તર, “બારણું ઉઘાડે" શ્રીજી એલ્યા,
વકીલ કચેરીમાં ગયા છે; આવે એટલે આવજે. તેમની મને સખત આશા છે કે ગમે તે આવે તે પણ તારે બારણું ખોલવું નહિ.” સદર ગૃહરથનો મિજાજ તપી ગયો. તેઓ ગમે તેવું બોલવા લાગ્યા, અને છેવટે કહ્યું છે ખેલે છે કે નહિ, તું શું સમજે છે? હુ વકીલન કાકાનો દીકરો થાઉં છું.” શ્રીજીએ કહ્યું: “તમે વ્યાવહારિક લોકેએ વિવેકને ત્યાગ નાહ કરવો જોઈએ, વળી તમે કુળવાન અને સજજન છે, તેથી એ તમારે માટે ઉચિત ૫ગુ નથી.” આ સાંભળીને તેઓ વધારે ચિઢાયા અને
માટે ઉપદેશ આપે છે. હું વકીલન કાકાનો છોકરો છું.” વગેરે બોલી બારણાંઓ ઠોકવા લાગ્યા. મહાત્માશ્રીએ શાંતિથી કહ્યું કે, “તમો વકીલના કાકાના દીકરા છે કે વકીલના બાપના તે હું જાણવા માગતો નથી, પરંતુ હું એમ કહા માગું કે હું વકીલની નોકરી કરું છું અને તેમની મને આજ્ઞા છે કે ગમે તે આવે તે પણ તમારે હું ન હોઉં ત્યાં સુધી બારણું ઉઘાડવું નહિ, એમ છતાં જો તમે બારણું ભાંગીને આવવા માગતા હો તે ભલે; પણ હું કોઈ પણ સંજોગોમાં ઉધાડીશ નહિ.” આ દઢ નીતિને સાંભળીને તેઓ ગમે તેમ બોલતા બોલતા વકીલ પાસે ગયા. બાઈ તો પાસેની ઓરડીમાં સેવાપૂજનમાં જ ઘણે ભાગે રહેતાં અને સાંજે એક વખત જમતાં; એટલે તેઓને તો આ બધા કમની ખબર પણ ન પડી. પિલા સદ્દગૃહસ્થ તો ત્યાંથી સીધા કોર્ટમાં વકીલ પાસે ગયા અને તેમને પોતાનું અપમાન થયું છે, આ નોકરને કયાંથી શોધીને લાવ્યા ? વગેરે કહ્યું. વકીલે સમજાવ્યા કે, “ભાઈ, તે તે સાધુ હતા પણ મારો ઉપદેશ તેમને ઠીક લાગવાથી ત્રણ ચાર દિવસની આ માર્ગે વળ્યા છે. એટલે તેમને નોકરીની પદ્ધતિની બરાબર ખબર ન હોય.” તેઓ બને આવ્યા. વકીલે બારણું ખેલાવ્યું, બંને અંદર બેઠા. બાઈ પણ બારણું ખોલી ચા નાસ્તો વગેરે