________________
ફળ માત્ર તે સમયની વચ્ચે જન્મેલાઓને જ લાગુ પડે છે. બીજાઓને નહિ. આ મુજબ જેમનો જન્મ જે તારીખમાં આવતો. હોય તેમણે તે તારીખવાળું લખાણ જોઈ જવું. સંધિગત રાશિ કેને કહે છે ?
એક રાશિ પૂરી થઇને બીજી રાશિને પ્રવેશ થયા પછી છ દિવસની અંદર જેનો જન્મ થયો હોય તો તેને જન્મ સંધિગત રાશિમાં થયેલો ગણાય છે. સંધિગત રાશિઓનું તથા બીજી રાશિઓના લક્ષણોનું એકત્ર ફળ જોવામાં આવે છે. સંધિગત રાશિનાં સમય
સંધિગત રાશિઓનાં બાર સમય છે અને તે નીચે મુજબ છે :– ૨૧ મીથી ર૭ મી માર્ચ ૨૧ મીથી ર૭ મી એપ્રિલ ૨૧ મીથી ૨૭ મી મે ૨૧ મીથી ર૭ મી જુન ૨૧ મી થી ૨૮ મી જુલાઈ ૨૨ મીથી ૨૮ મી ઑગસ્ટ ૨૨ મીથી ૨૮ મી સપ્ટેમ્બર ૨૩મીથી ૨૯ મી અકબર ૨૨ મીથી ૨૮ મી નવેમ્બર ૨૧ મીથી ૨૭ મી ડીસેમ્બર ૨૦ મીથી ૨૬ મી જાન્યુઆરી ૧૯ મીથી ૨૫ મી ફેબ્રુઆરી. આ ભવિષ્ય દર્શનથી લાભ શું ?
કોને કઈ તારીખમાં જન્મ છે, તેના જ્ઞાનથી અયોગ્ય થનારાં અનેક દુઃખે ટાળી શકાય છે. ગૃહસ્થાશ્રમી અનેક સ્ત્રીપુરુષોને બનતી રાશ ન આવવામાં પરસ્પરની પ્રતિકૂળ રાશિમાં થયેલા તેમના જન્મ જ ઘણે પ્રસંગે કારણભૂત બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com