________________
૧૬૫
બ્રહ્ય–આ ચોગમાં જન્મનારે સાચ્ચા આચારવાળે, સુકમ, શાન્ત અને પ્રતાપી તથા પવિત્ર વર્તનવાળો બને છે.
ઐન્દ્ર–આ યોગમાં જન્મનારે વિજયી, મીઠાબોલ, ધૂની, સર્વકાર્ય કરનાર, કફ, પ્રકૃતિવાળ, ચન્દ્ર સરખી કાન્તિ ધરાવનાર અને ગુલાબી ગાલવાળે બને છે.
વૈધત–આ યોગમાં જન્મનાર લોલી, ચાડીયો, બેલકણા સ્વભાવવાળ, ચંચળ પ્રકૃતિને, અસાધુ તથા નારિતક સ્વભાવવાળો બને છે.
કરણ ઉપરથી સ્વભાવ લક્ષણ
કરણ અગિયાર છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે, અને તે નીચે મુજબની હોય છે.
બવ–આ કરણમાં જન્મનારો સુશીલ, ઉદાર, સુખી, ધન વગરનો, કામી, દયાળુ, વિચિત્ર બુધિવાળે તથા સારા ભાગ્યવાળે બને છે.
બાલવ–આ કરણમાં જેનો જન્મ થયો હોય તે વિલાસી, નિર્મળ, બધાં કામોને જાણકાર, શીલવાળે, ભાગ્યશાળી, ત્યાગી તથા બાળકનાં જેવા સ્વભાવવાળ બને છે.
કેલવ–આ કરણમાં જન્મનારે તરેહવાર અજાયબીભર્યા સ્વભાવવાળ, પાપી, અભિમાની, કામી, સુખી તથા સારા કુળમાં જન્મનારે થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com