________________
૧૯૮
દેશ-વિદેશમાં મસ્તક પરીક્ષા
પ્રાચીન સંસ્કૃત ગ્રન્થોમાં પણ મસ્તકના લક્ષણ માટે ઉલ્લેખ મળી આવે છે. એમાં લખ્યું છે કે-જે મનુષ્યનું મસ્તક ગોળ હોય તે ગાયોને પાળનાર થાય છે. છત્રીના આકારનું માથું હોય તો તે રાજા બને. ચપટું માથું હોય તો તે માબાપને મારનાર થાય છે. માથું પાઘડી કે ટેપીના જેવું હોય તો તે દીર્ધાયુષી બને છે. ઘડાનાં જેવું મસ્તક હોય તે તે મુસાફરી કરનાર અને પ્રવાસી બને છે. બે માથાવાળે હોય તો તે દુષ્ટ અને પાપી થાય છે. જે માણસના માથાનો ભાગ ઊંડે હોય તે માણસ ઉતમ સ્વભાવ ધરાવનારે થાય છે. પરંતુ જે માથું અતિ ઊડું હોય છે તેથી વિપરીત સ્વભાવવાળો તે બને છે.
મસ્તક માટે ન્યુઝીલેંડવાસીઓને મત
ન્યુઝીલેન્ડના મસ્તક પરીક્ષકે માને છે કે સ્ત્રીનું માથું જેમ બને તેમ નાનું હોય તે વધુ સારૂં. નાનું મસ્તક ભાગ્યશાળી બનાવે છે અને તે સંતાન તેમજ ધનવૈભવ અપાવે છે.
જ્યારે મોટાં મસ્તકવાળી સ્ત્રી વાંઝણી અને નિર્ધન રહેવા પામે છે.
તેમના મત અનુસાર મનુનું મસ્તક નહિ બહુ મોટું કે નહિ બહુ નાનું હોવું જરૂરનું છે. સપ્રમાણુ મસ્તકવાળો માનવી સ્ત્રીને પ્રેમ જીતવામાં સફળ નીવડે છે અને તે સારા પૈસા તેમજ માન-આબરૂ પણ અપાવે છે. અતિ મોટાં મસ્તકવાળે માનવી સ્વભાવે જડ અને કંગાળ નીવડે છે. તેનામાં બુદ્ધિનું પ્રમાણ નહિ જેવું જ અને જડતા વધુ પ્રમાણમાં હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com