________________
અર્થાત : જીભના અગ્ર ભાગમાં લક્ષ્મી રહેલી છે. જીભના અગ્ર ભાગે મિત્ર–બાંધવે છે. જીભના અગ્રભાગે બંધન અને મૃત્યુ પણ જીભના અગ્ર ભાગે રહેલા છે. જીભનું આકર્ષણ કેવી રીતે વધે?
જીભમાં આકર્ષણ ઉત્પન્ન કરવા માટે વિચારશક્તિઓ અને મનના તરંગો કેળવવા જરૂરી છે. જેવું તમારું મન હશે તેવી તમારી જીભની ભાષા હશે. એટલે જ ડાહ્યા પુરુષોએ મનને સદા આનન્દમય અને ઉચ્ચ રાખવા ઉપદેશ આપે છે. કોઈના છિદ્રોને શેધીને તેના દુર્ભાગ્ય અને ભૂલોને મશ્કરીમાં ઉડાવવા એ પાપ છે. બીજાઓના સુન્દર વ્યવહાર અને ગુણોની પ્રશંસાત્મક ચર્ચા કરવી એજ તમારૂં મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. જીભ પરથી માણસ વર્તાય છે
જેવી જીભ તેવો માણસ” આ લોકોક્તિના કથન મુજબ માણસની પરીક્ષા તેની વાણી પરથી કરવામાં આવે છે. જે માણસ નજીવા જ વાર્તાલાપમાં અપશબ્દો, ગાળાગાળી અને અસભ્ય રીતે બોલતે દેખાય તો માની લેવું કે એ જંગલી બુદ્ધિને, અવિવેકી, ઉધ્ધત અને મલિન મવતિ સેવનારે છે. આવા માણસો વ્યાપાર ધંધામાં બહુ ફાવી શકતા નથી. અને માલિકનું સદા નુકશાન જ કરે છે.
કેટલાક માણસે સારું શિક્ષણ પામેલા હોવા છતાં પણ વાતવાતમાં ગાળાગાળી પર આવી જાય છે. તેમનો આવો સ્વભાવ એ કુબતા અને ખરાબ સંસ્કારનું પરિણામ છે. આવાઓએ પોતાની વાણી ઉપર સંયમ રાખી જીભને કાબુમાં રાખવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com