________________
૨૮૪
કરતાં હોય ત્યારે આપણા કાન સવળે છે અને કંપારી અનુભવે છે.
કેટલાક માણસોના કાન તથા બુટ્ટીઓ અતિ નાજુક હોય છે. જરા જેટલા પણ ક્રોધ આવતાંની સાથે જ તે લાલાળ બની જાય છે. ગુસ્સે થયેલા માણસની કાનની ટીસીઓ લાલચોળ થયેલી આપણે ઘણી વખત જોઈએ છીએ.
ટીકાથી ડરનારા કાન
જે માણસોના કાનની બુટ્ટીઓ લાગણીની અસરથી લાલચળ થઈ જાય છે તેઓ પ્રશંસા કે નિંદાથી જલદી અસર પામે છે.
કાનની એક બીજી લાક્ષણિકતા એ છે કે બે કાન કદી પણ એક સરખાં હોતાં નથી. ચાલીસ વર્ષના એક અનુભવી વૈજ્ઞાનિકે પિતાના અનુભવમાં કદીય એકસરખાં કાન જોયા નથી. એક જ માણસના બન્ને કાનમાં પણ ઘણો તફાવત હોય છે. આ પ્રકારનો તફાવત ચારિત્ર્યને ઉઠાવ તથા સ્થિરતાને અભાવ પણ બતાવે છે.
નાના કાન
મસ્તકના ભાગને વળગેલા નાના કાન શોખીન સ્વભાવ, ઊંડી સમજશકિત અને સમજુ મનવૃતિ બતાવે છે. સ્ત્રીઓને જે નાના કાન હોય તે તે ઘણાં સારા ગણવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com