________________
ગળું
ગરદન
મનુષ્યના ચારિત્ર્ય ઘડતરમાં ગળું કે ગરદન પણ પિતાને ફાળે આપે છે.
પુરુષની તથા સ્ત્રીઓની ગરદન અનેક પ્રકારની હોય છે. કોઈની ગરદન પાતળી, કોઈની લાંબી, કેઈની ટૂંકી કે જાડી, તે કોઇની માંસથી ભરેલી કે માંસમજજાથી રહિત અને નિર્બળ હોય છે. આ દરેક પ્રકારના આકાર, કદને કંઈને કંઈ કહેવાનું
હોય છે.
સ્વતંત્ર સ્વભાવના માણસની ગરદન
જેમનાં ગળાં લાંબા છે અને જેઓ પિતાનું મસ્તક ટટાર રાખે છે તેઓને સ્વતંત્ર મિજાજનાં સમજવા. આવા કોઈના તાબામાં રહેતાં નથી અને સદા સ્વતંત્ર જ રહીને કામ કરે છે. સ્વમાની માણસની ગરદન
જે માણસ સ્વમાની છે તે પોતાનાં ગળાંને પાછલી બાજુથી નમાવીને અક્કડ રાખે છે. પરાધિન માણસની ગરદન
જેની ગરદન અતિ નમેલી છે, તથા ગળાં આગળની જેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com