________________
પિષ વદ અમાસને દિવસે અથવા પોષ વદ સાતમને દિવસે વરસાદ પ્રથમ વસો શરૂ થાય તો વરસાદની ઋતુમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે પણ અનાજ મોધું વેચાશે.
પોષ વદ અમાસને દિવસે જયેષ્ઠા નક્ષત્ર હોય તો તે વર્ષમાં અનાજ મેધું વેચાશે. પણ તે જ દિવસે મૂળ નક્ષત્ર હોય તે બધા અનાજનો ભાવ તે વર્ષમાં ઓછો રહેશે અને અનાજ સસ્તું મળશે.
પોષ માસમાં પૂર્વા–ભાદ્રપદા નક્ષત્રને દિવસ ધ્યાનથી જે. જે એ દિવસે પરિવેશ એટલે કે સૂર્ય—ચન્દ્રમંડળની આસમાસ કુંડાળુ થાય અથવા મેઘની ગર્જના થાય, વીજળી ભભૂકે તથા વરસાદના છાંટા પડે તે વૃષ્ટિ ઘણી થશે એમ જાણવું.
પોષ માસમાં સૂર્ય મકર સંક્રાતિને થાય તે દિવસે રવિવાર હોય તો તે મહિનામાં જે ભાવથી અનાજ મળતું હોય તેથી બમણે ભાવ તે વર્ષમાં થશે અને જો શનિવાર હોય તે ત્રણ ગણા ભાવે વેચાશે. મંગળવાર હોય તે ચાર ગણે ભાવ થશે. બુધ કે શુક્રવાર હોય તે સરખા ભાવે વેચાશે. ભેમ કે ગુરુવાર હોય તે ચાલતા ભાવથી અર્ધા ભાવે વેચાશે.
પિષ માસમાં મકર સંક્રાતિને દિવસે શનિ, રવિ કે મંગળવાર હોય તે તે વર્ષમાં દુકાળ પડશે અને રાજાઓ વચ્ચે વિગ્રહ જામશે.
પોષ માસમાં મૂળ નક્ષત્રના દિવસથી ભરણી નક્ષત્ર સુધી આકાશ વાદળાવાળું જણાય છે અથવા આરૂઢા નક્ષત્રથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com