________________
મહા સુદી આઠમ નિર્મળ હોય તો કપાસ મળે નહિ.
ચૈત્ર માસમાં મીન સંક્રાતિ સોમવારે બેસે તો મંદી થાય છે.
ચૈત્ર-વૈશાખમાં મેષ સંક્રાન્તિ બુધ, ગુરુ, શુક્ર એ વારેએ બેસે તો કપાસનાં ભાવમાં તેજી થાય છે. વૈશાખ સુદ પૂનેમને ગુવાર હોય તો કપાસને સંગ્રહ કરવો ઉત્તમ છે.
ચિત્ર અથવા માગશરની એકાદશીએ રવિવાર હોય તે ભાવમાં મંદી આવે છે.
જેઠ માસની સંક્રાંતિએ રવિવાર હોય તો ભાવ તેજી પકડે છે.
ભાદરવાની સક્રાન્તિ રવિવારે હોય તો પણ તેજી જાણવી.
ચન્દ્ર ઉગતાં વાદળામાં મોં હોય અથવા ઝાંખો દેખાય તો ભાવમાં તે મંદી આણે છે. તેવી જ રીતે અંદરનો ભાગ પણ સમજીને જેવો. ઘડી-પળ વગેરે પણ વિચારીને જોવું રોજ વાદળ જોતા રહેવું.
રૂ, ચાંદી, ચોખા, ખાંડ, ઘી, સફેદ સ્ટીલ વગેરેના ભાવની વધઘટ:
- શુક્ર અસ્ત જે મહિનામાં થાય તે દિવસથી વ્યાપારભાવમાં પંદર ટકાનો ઘટાડો થાય છે. તેમાંય ખાસ કરીને ૨, ચાંદી, ચેખા, ખાંડ, ઘી અને સફેદ સ્ટીલ આ ચીજોના ભાવમાં પંદર ટકાની મંદી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com