________________
૩૮૬
ગ્રહોની અસર
આદ્રા નક્ષત્ર પર સૂર્ય-મંગળ હોય તે એક માસ પર્યત અન્ન ધુ રહે. તે બાદ ભાવમાં મંદી આવી જાય.
બુધ, શુક્ર અને મંગળ આ ત્રણે ગ્રહો આલેષા નક્ષત્ર પર સ્થિર હોય તો જન સુખાકારી સારી રહે અને ભાવોમાં મંદી આવી જાય.
ઉત્તરષાઢા નક્ષત્ર પર અથવા પૂર્વા ફાલ્વની નક્ષત્ર પર શનિ અને પુનર્વસુમાં સૂર્ય હોય તો વરસાદ પડે નહિ અને દુકાળની સ્થિતિ ઊભી થાય.
શ્રવણ નક્ષત્ર પર કોઈ કૂર ગ્રહની દ્રષ્ટિ પડે તો અન્નનાં ભાવ તેજ બને છે. તેમાંય ખાસ કરીને ઘઉં મેંધા થઈ જાય છે.
વૃષભ રાશિમાં રાહુ અને મંગળ હોય તો તે પછીના છઠ્ઠા મહિનામાં મહાભય અને દુકાળ પડવાની સ્થિતિ ઊભી થાય છે.
મંગળ, સૂર્ય, ગુરુ, શુક્ર એક રાશિ પર સ્થિર થયા હોય તો ભય અને વ્યાધિથી લોકે પીડાય છે. અનાજની મેઘવારી પણ વધી જવા પામે છે.
સૂર્ય, શુક્ર, મંગળ આ એક રાશિ પર આવે તો ઘી, તેલ, મસુર આ વસ્તુઓ ધી થાય.
ગુરુ, શુક્ર, શનિ, રાહુ આ ચારે ગ્રહ એક રાશિ પર સ્થિર થાય તો વૃષ્ટિ અધિક પડે અને બધું અન ધું વેચાય.
સૂર્ય, બુધ, ગુરુ, શનિ અને રાહુ આ ગ્રહ જે એક રાશિ પર આવે તો એ સમયે અનાજ સસ્તું થાય છે અને પ્રજામાં સુખાકારી વ્યાપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com