________________
૩૮૭
શુક્ર, શનિ, મંગળ, ગુરુ અને બુધ આ પાંચ ગ્રહો એક રાશિ પર સ્થિર હોય તે દેશમાં ઉત્પાત મચે અને પ્રજાને નાશ થાય તથા વસ્ત્ર અને ધાતુ મેંધી વેચાય.
- સુર્ય, ચન્દ્ર, ગુરુ આ ત્રણ ગ્રહ જે એક રાશિ પર સ્થિર થાય તો ઉતર દિશામાં ભય અને પ્રજામાં અશાન્તિ વ્યાપે. જે લોકો આ સમયે મગ, જવ, કપડાં એને સંગ્રહ કરે અને તેને સાતમે મહિને વેચે તે લાભ થાય છે.
- સૂર્ય, ચન્દ્ર, શુક્ર, બૃહસ્પતિ આ બધા ગ્રહ એક રાશિ પર સ્થિર હોય તે વરસાદ વરસે, અને અન્ન ઍધું હોય.
શનિ અને રાહુ એક રાશિ પર હોય તે બધા પ્રકારનું અન્ન મેળું હોય છે. રાજાઓમાં પણ ભયથી વ્યાકુળતા ફેલાય છે.
મંગળ, ગુરુ આ બન્ને ગ્રહ એક રાશિ પર સ્થિર હોય તે વર્ષા સમયે વર્ષા થતી નથી એ નક્કી વાત છે.
મંગળ, શુક્ર બૃહસ્પતિ આ ત્રણે ગ્રહ એક નક્ષત્ર પર સ્થિર થાય તે અનાજ સસ્તું થાય છે અને અન્નનાં સંગ્રહને ચોથે મહિને વેચવામાં આવે તે ઘણો જ લાભ થાય છે.
જયારે સાત ગ્રહ એક રાશિ પર સ્થિર થાય ત્યારે ગોલગ કહેવાય છે. આ યોગથી દેશમાં દુકાળ આવે છે અને રાજા તથા પ્રજા પીડાય છે.
આગળની રાશિ પર સૂર્ય અને પાછળની રાશિ પર શુક્ર હોય અને બન્નેની મધ્યમાં બુધ હોય તો અન્નને ભાવ તેજ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com