________________
બુધ, ગુરૂ, શુક અને સેમ તથા શનિવારે અમાસ હોય તો ઉપરની સફેદ વસ્તુઓનાં વ્યાપારમાં દશ ટકા ભાવને ઘટાડે થાય છે.
કોઈપણ મહિનામાં સુદી નોમને ક્ષય થતો હોય તો આઠ દિવસ પહેલાં આઠ ટકા ભાવ આ ચીજોમાં વધે છે.
- દક્ષિણ દિશા તરફ વાદળાં થતાં હોય તે પહેલાં રૂમાં તેજી થાય અને પાછળથી મંદી થાય.
કોઈપણ મહિનામાં એકાદશી સોમવારી આવે અને તે દિવસે વ્યતિપાતને યોગ સાથે આવે અથવા વૈધત હોય તો રૂ, ચાંદી, ચેખા, ખાંડ, ઘી અને સફેદ સ્ટીલના ભાવમાં વીસ ટકાનો વધારે થાય છે.
ગુરુ અને શનિ એ બંને ગ્રહો તુલા રાશિમાં ભેગા થાય તો તે દિવસે બજાર ભાવ એકદમ તેજ થાય છે અને ભાવ બેવડા પણ વધી જાય છે.
કેઈપણ માસમાં સુદી ચૌદસનો ક્ષય હોય અને તે દિવસે ગ્રહણ હોય તો ઉપરની સફેદ વસ્તુઓના ભાવમાં પચાસ ટકા જેટલે ઉછાળ આવે છે.
જે દિવસે સૂર્ય અને રાહુ એક રાશિમાં ભેગા થાય તો તે દિવસથી બજાર મંદી અનુભવે અને તે એક નાડી ઉપર આવે તો ઉપરની વસ્તુઓના ભાવમાં પચાસ ટકાનો ઘટાડે થાય છે.
રેવતી નક્ષત્ર અને રવિવાર હોય તો દશ ટકાને વધારે થાય છે. પરંતુ તે વખતે વ્યાપારમાં તેજી ચાલતી હોય તો બે દિવસ આગળ અને છ દિવસ પાછળ તેજી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com