________________
૯s
કેઈપણ મહિનાની પૂર્ણિમાએ રવિવાર અથવા મંગળવાર હોય તો તે માસમાં ઉપરની શ્વેત વસ્તુઓનાં બજારમાં તેજી રહે છે. સુદી પૂનેમ આઠ ઘડી સુધી હોય તો ટકા આઠથી દશ (પણ રવિવાર હોય તે જ) સુધી તેજી રહે છે.
કોઈપણ માસમાં સુદ ત્રીજ બે હોય તે રૂની તેજી અને ત્રીજનો ક્ષય હોય તે દશ દિવસમાં રૂની મંદી થાય છે. પાછળથી ભાવ પચાસ ટકા જેટલો ઘટી પણ જાય છે.
કોઈપણ માસમાં વદમાં તિથિ તૂટે તો બજાર તેજ થાય પરતુ તેર દિવસનું પખવાડિયું હોય તેજ તેજી પકડે છે.
જે મહિનામાં ગ્રહ રાશિથી ફરે તે. માસમાં બજાર નરમ થાય છે. કોઈપણ માસમાં વદી ચૌદશની ઉપર અમાસ થતી હોય તે બજાર દશ ટકા વધે છે.
રાહુ-કેતુ-મંગળ એક રાશિથી ફરે અને તે પક્ષમાં તિથિને ક્ષય હોય તે બજાર પંદર ટકા ઘટે છે.
જે દિવસે પંચક બેસે તે દિવસે ગ્રહયોગ થતો હોય તો પાંચથી તે સાત ટકા સુધી બજાર ભાવ ઘટે છે.
ઘનિષ્ઠા નક્ષત્ર રવિવારના પહેલા ભાગમાં બેસતું હોય તો પાંચ દિવસની અંદર બજારમાં એકદમ તેજી થાય છે.
કોઈપણ માસમાં સુદી એકમને શનિવાર સાથે ચિત્રા નક્ષત્ર હોય તે બજાર પાંચ ટકા વધે છે.
કેઈપણ માસમાં અમાસ ઉપરાંત સુદી એકમ વધારે ઘટી હોય તે દશ ટકા બજાર ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com