________________
૩૧૩
મહા સુદૂ ચેાથને દિવસે વરસાદ થાય તા નાળિયેરના પાક સારા પ્રમાણમાં થશે.
મહા સુદ પાંચમને દિવસે છાંટા થયા વિના વરસાદના વાદળાં ચડી આવે તેા ભાદરવા માસમાં ઘેાડી વૃષ્ટિ થશે એમ સમજવું.
મહા સુદ છઠને દિવસે વાદળા વિના આકાશ સ્વચ્છ અને દશે દિશા પણ સ્વચ્છ માલમ પડે તેા રૂના વેપારીઓએ રૂના સંગ્રહ કરવા. આ સંગ્રહને લાભ ખીજા વર્ષીમાં જરૂર મળે છે. મહા સુદ સાતમને દિવસે સ્વાતિ નક્ષત્ર હાય તા તે શુભ ચિન્હ સમજવુ.
મહા સુદ સાતેમને દિવસે સામવાર આવે તેા માટા દુકાળ પડશે અને રાજાએ વચ્ચે મેટા વિગ્રહ ખેલાશે.
મહા સુદં નામ, દશેમ કે અગિયારશને દિવસે વીજળીના ચમકારા સાથે પવન ચાલતા હાય તા તેથી વરસાદ સારા પ્રમાણમાં વરસશે એ નક્કી છે.
મહા સુદ પુર્નમને દિવસે આકાશ વાદળાથી ઢંકાયલું જણાય તા તેથી અે માસે અનાજના ભાવ તેજ થશે.
મહા વદ પાંચમ, છઠ, સાતમ એ દિવસે શુક્ર,' શનિ અને રવિવાર આવ્યેા હોય તા તે વર્ષમાં રાજાએ વચ્ચે માટી વિગ્રહ વ્યાપશે.
ઉપર લખેલા ચોગા મહા માસમાં ન હેાય તા ભાદરવા માસમાં ઘઉં, મગ વગેરે અનાજ માંધુ વેચાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com