________________
તેજીમ દી
✩
ચૈાતિષની દ્રષ્ટિથી રૂ, ચાંદી, એરંડા, અળસી, ગાળ, ખાંડ વગેરે વસ્તુઓની તેજીમંદી, પણ જાણી શકાય છે. આ માટે જ્યાતિષના આખા જ્ઞાનની જરૂર નથી. માત્ર પંચાંગ જોતાં આવડવું જોઇએ. પૉંચાંગના સાધારણ અભ્યાસથી પણ વધઘટ વગેરે જાણી શકાય છે.
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ પેાતાના ગ્રન્થામાં પણ એની રચના કરી છે. અમુક નક્ષત્ર હાય તા અમુક વસ્તુઓના ભાવ વધવા જ જોઇએ. આવી તેમની ગણત્રી આજે સચેાટ રૂપે પૂરવાર થઇ છે. આપણા પ્રાચીન પૂર્વજોનુ આ વિશેનું જ્ઞાન કેટલુંક ઊંડુ હતુ તેમજ તેમની દ્રષ્ટિ કેટલી વિશાળ અને વેધક હતી તેના એના ઉપરથી પરિચય મળે છે.
અહીં નીચે જે રીત રજુ કરવામાં આવી છે તે સંશાધન અને ખાતરી બાદ જ આપવામાં આવે છેઃ
રૂના ભાવની વધઘટ જોવાની રીત.
જે દિવસે કૃતિકા નક્ષત્ર હેાય તે દિવસે રૂમાં મંદી થાય. જે દિવસે ચન્દ્રમા ધનરાશિમાં હોય તે દિવસે રૂમાં મદી થાય.
ચન્દ્રમા મિથુન, કર્ક, સિંહ અથવા વૃશ્ચિક રાશિમાં હાય તેા રૂમાં તેજી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com