________________
૩૭૬
શનિ વક્રી થાય તે ૪૦ ટકા ભાવ વધે. આગળ આવે તે વધે અને પાછળ ચાલે તે ઘટે છે.
શુકનો તારો વધુ દિવસ સુધી અસ્ત રહે તે ટકા ૫૦ મંદી કરે છે અને વધુ દિવસ સુધી ઉદય પામે તે તેજ કરે છે.
ગુરુ મકર રાશિને થાય તો રૂ અને કપાસના ભાવમાં તેજી થાય છે.
દરેક માસમાં સુદીમાં ક્ષય હોય તે તે દિવસથી ભાવ વધે અને વદમાં ક્ષય હોય તે તે દિવસથી ભાવ ઘટે છે.
દરેક માસમાં અથવા તે વર્ષમાં ગુરુવારનું ચન્દ્ર ગ્રહણ હોય તે માસ બેની અંદર ટકા પચીસ વધે છે અને મંગળવારે સૂર્ય ગ્રહણ હોય તે માસ હાડાચાર સુધીમાં વસ્તુઓ મોંઘી રહે છે એટલે કે તેજી થાય છે.
ગણેશચોથ ગુસ્વારે હોય તો વેપાર તેજીનો કરે.
સોમવારને દિવસે ચાંદરાત હોય તે દિવસ પંદરમાં તેજી થાય.
કાર્તિક સુદી એકમને બુધવાર અને સુદ પાંચમને રવિવાર હોય તે રૂના ભાવ તેજ થાય છે.
પોષ સુદી પૂનમનાં વાદળા હોય તો ફાગણ સુદી પૂનેમની અંદર વીસ ટકા તેજી થાય છે.
મહા સુદી પાંચેમ-છઠ અને સામને દિવસે વાદળા થાય તે રૂનું બજાર વધે છે અને ફાગણ વદ એકમથી ઘટે ને વાદળા ન થાય તે ફાગણ વદ એકમથી વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com