________________
૩૭૭
મહા સુદ પૂનેમનાં વાદળાં થાય તે! દોઢ માસ સુધી મંદી રહે અને ચૈત્ર સુદી પૂનેમ પછીથી સફેદ વસ્તુએમાં તેજી થાય. મહા વદ પાંચમને દિવસે વાદળા થાય તા ફાગણમાં તેજી થાય.
મહા વદી આઠમનાં દિવસે વાદળાં હાય તા ફાગણની અમાસ સુધીમાં રૂ–કપાસ તેજી પકડે છે.
મહા વદી નામનાં વાદળાં હોય તેા ફાગણની અમાસમાં ૩-કપાસ તેજી પકડે છે.
મહા વદી દશેમનાં વાદળાં હાય તેા ચૈત્ર સુદી એકમથી તે પુનેમ સુધી તેજી થાય છે.
મહા વદી અગિયારસનાં વાદળાં થાય તેા ચૈત્ર વદી એકમથી અમાસ સુધી તેજી રહે છે.
મહા વદી ખારસનાં વાદળાં થાય તે વૈશાખ સુદી એકમથી પુનેમ સુધીમાં તેજી રહે છે.
મહા વદી તેરસનાં વાદળાં થાય તે વૈશાખ વદી એકમથી અમાસ સુધીમાં તેજી રહે.
મહા વદી ચૌદશનાં વાદળાં થાય તેા જેઠ સુદી એકમથી પુનેમ સુધી તેજી રહે.
મહા વદી અમાસના વાદળાં થાય તે જેઠ વદી એકમથી અમાસ સુધીમાં રૂના ભાવ તેજ રહે.
બુધવારે માર વધે તા બે દિવસ સુધી તેજી રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com