________________
૩૭૮ રવિવારે બજાર વધે તો બે દિવસ રૂના ભાવ વધે છે.
ગુરૂવારે બજાર વધે તે શનિવારની રાત સુધીમાં રૂમાં તેજી રહે છે.
દરેક માસમાં વદી છઠનો ક્ષય હોય તો રૂને વેપાર તેજીને કરે અને માસ એક સુધી વેપાર રાખવો. કારણ એક માસમાં ઓછામાં ઓછા પચાસ ટકા વધે છે.
દરેક માસમાં વદ છઠ બે ઘડી અંદર હોય તો તે માસમાં ટકા અઢારથી તે અઠ્ઠાવીસ સુધી ઘટે છે.
વૈશાખ સુદી છઠને વાર શુક્ર હોય અને તિથિ પૂર્ણ હોય તો રૂના ભાવ એકદમ અર્ધા થઈ જાય છે એટલે મંદી થાય છે.
વૈશાખ વદી ચૌદશને વાર શનિ હોય તો રૂના ભાવ સાધારણ રહે પરતું પહેલાં દસથી પંદર ટકા જેટલી તેજી થાય છે.
દરેક વર્ષમાં પૂછડી તારે ઉગે ત્યારે રૂના ભાવ ચાલુ હોય તેનાથી બમણું થાય છે. અને જે પૂછડીયા તારે જણાય તે એક માસમાં અસ્ત પામે તે ભાવ ઘણાં આકરા થાય.
ફાગણ સુધી બીજ ને વાર બુધ હોય તો રૂમાં તેજી થાય છે.
ફાગણ સુદી અગિયારસને વાર શુક્ર હોય તો રૂનો ભાવ વધે છે અને કાર્તિક સુદી પૂનમ સુધીમાં સંપૂર્ણ તેજી થાય છે.
ફાગણ સુદ પૂનેમ અને આશ્વિન સુદ પૂનમે ચન્દ્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com