________________
પુનર્વસુ, પુષ્ય બે ભાઈલા, વરસે તે વરસે, વાઈલા તે વાઇલા.
આશ્લેષા નક્ષત્રમાં વરસાદ પડે તે કંઈપણ પાક થતા નથી. આટલા માટે જ કહેવાયું છે કે –
જો વરસે આશ્લેષા તો શું મળશે?
પુષ્યનાં પાણી, તે અમૃત પાણી.
મઘા નક્ષત્રમાં સારા વરસાદની અને ઉત્તમ પાકની ખેડતેને આશા રહે છે. એટલે જ કહેવાયું છે કે –
જે વરસે મઘા, તે ધાન થાય ઢગા.
ઉત્તરા નક્ષત્રમાં વરસાદ વરસે તો અનાજને પાક એટલો તે થાય છે કે જનાવરને ખવડાવતાં પણ તે ખૂટતું નથી. આથી કહેતી છે કેજે વરસે ઉત્તરા,
તે ધાન ન ખાય કૂતરા.
બધા નક્ષત્રમાં ચિત્રા નક્ષત્ર ઘણું અક્કસ કહેવાય છે. . ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com