________________
૩૭૦
એ નક્ષત્રમાં જે વરસાદ પડે તે રેલ આવે અને તાપ પડે તો અંગારા વર્ષાવે છે. એના આ સ્વભાવને લઈને જ “ઘેલી ચિત્રા” ના નામથી તેને ઓળખવામાં આવે છે. એને લગતી કહેતી પ્રચલિત છે કે – ઘેલી ચિત્રા કરે ખેલ,
ને કાળ ઉનાળે આવે રેલ.
જે વરસે ચિત્ત તે
પાડે ભીંત
પૂર્વ નક્ષત્રમાં પણ વરસાદ પડે તો અનાજને પાક સારે ઊતરવાની આશા રહે છે. અને તેથી ખેડુતે (કણબીઓ મુખ્ય) ભાવ ચઢાવી પૈસા કમાવાની આશા મૂકી દે છે. આથી કહેતી છે કે –
જે વરસે પૂર્વ તે કણબી બેઠા ગુરવા.
સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું વધારે પડવું એ પાક માટે નુકશાનકારક છે. આથી કહેવાય છે કે :
જે વરસે સાંત તે વાગે ન તાંત.
કારણે વરસાદ વધારે પડવાથી રૂના પાકનો નાશ થાય છે એટલે પિંજારા પિતાની તાંત ચલાવી શકતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com