________________
બોલતાં નક્ષત્ર
પ્રાચીન લોકોક્તિઓનું મહત્વ
વર્ષા, પાક, આબોહવા તથા માનવી જીવન ઉપર જેવી રીતે દિન, માસ, યોગ આદિની અસર હોય છે તેવી જ રીતે નક્ષત્રની પણ અસર એમાં હોય છે. નક્ષત્ર ઉપરથી વર્ષાઋતુ અને પાકની ઉત્પન્ન સંબંધી ઘણું જાણી શકાય છે. જ્યોતિષીઓનું કહેવું છે કે નક્ષત્ર ઉપરથી ભાખેલુ ભવિષ્ય (વરસાદ માટેનું) કદી પણ છેટું પડતું નથી. અને આ વાત ખરી લાગે છે. નક્ષત્ર સંબંધી એટલી તે લોકકિતઓ ગુજરાતી, હિંદી, આદિ સાહિત્યમાં મળી આવે છે કે તેની અગત્યને સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી જ.
લોકોક્તિઓ એ પ્રાચીન જમાનાની બુદ્ધિનું માપ બતાવતી પારાશીશી છે. લોકકિતઓને સાધારણ અર્થ કહેવત થાય છે. આ કહેવત એ આપણા પ્રાચીન સમાજની રીતભાત, રહેણી-કરણી, સમાજ વ્યવસ્થા આદિનું નિર્મળ પ્રતિબિંબ છે. જ્યારે લખાણની, છાપકામની શરૂઆત અસ્તિત્વમાં નહેાતી, લકે વાંચી–લખી શકતાં નહોતાં ત્યારે પ્રજાના અનુભવો અને તેમનાં ડહાપણ કહેવત દ્વારા બહાર પડતાં હતાં. આમ કહેવતનો જન્મ થતો. આ કહેવત રૂપી ડહાપણ એક માણસને મોટેથી બીજાને મઢે, એક પેઢીથી બીજી પેઢી સુધી વારસા તરીકે ઊતરતું આવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com