________________
સ્વાતિ નક્ષત્ર સુધી વાદળાથી છવાયેલું હોય તે તે વર્ષમાં વૃષ્ટિ થવી જ જોઈએ.
પોષ માસમાં સ્વાતિ નક્ષત્રને દિવસે વરસાદ થાય અથવા પોષ સુદ સાતમને દિવસે આકાશ મેધથી ઢંકાયેલું હોય તો તે વરસમાં અનાજ ઘણું પાકશે.
મહા માસનું ફળ
મહા સુદ એકમને દિવસે બુધવાર હોય તો અન્ન મેઘુ વેચાશે અને આગામી વર્ષમાં ભય થશે.
આજ દિવસે પવન ઘણું વાય, વાદળા ચઢી આવ્યા ન હોય તે તે વર્ષમાં તેલ વગેરે પદાર્થો મોંઘા વેચાશે.
મહા સુદ બીજને દિવસે શુક્રવાર હોય અને ત્રીજને દિવસે શનિવાર હોય તો તેથી રાજાઓના વિગ્રહથી પૃથ્વી પર ભય પ્રવર્તશે અને અનાજ-દ્રવ્ય વગેરેનાં ભાવ અનેકગણાં વધી જશે.
આ જ મહિનાની બેજ કે ત્રીજને દિવસે ગુરુવાર હોય તે પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે. પ્રજા અને રાજા બને સુખ અનુભવશે.
મહા સુદ બીજને દિવસે આકાશ મેઘથી ઢંકાયેલું રહે તે પૃથ્વી પર અનાજ ઘણું પાકશે.
મહા સુદ ત્રીજને દિવસે છાંટા પડ્યા વગર વરસાદની ગર્જના થાય તે તે વર્ષમાં ઘઉં, જવને સંગ્રહ કરો અને તે વેચવાથી લાભ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com