________________
૩૫૯
ચિન્હ છે. વીજળીથી ચમકતું અને વાદળાથી છવાયલું ઇન્દ્રધનુષ જણાય તો તે પણ ઉત્તમ ચિન્હ છે.
પિોષ સુદી પાંચેમને દિવસે ઘણી ઠંડી તથા બરફ પડે તે તે વરસમાં વર્ષાઋતુ ઘણુ સારી નીકળશે. આ ચિન્હ અતિવૃષ્ટ પણ સૂચવે છે.
પિોષ સુદી સાતમને દિવસે રેવતી નક્ષત્ર હોય, આઠમે અશ્વિની અને નવમીએ ભરણી નક્ષત્ર હોય અને એ ત્રણે દિવસે વીજળીથી ચમકતા વાદળા જોવામાં આવે તે વરસાદના દિવસમાં વરસાદ અતિ પ્રમાણમાં થશે એ નક્કી જાણવું.
પિષ સુદી સાતેમને દિવસે આકાશ વાદળાથી ઢંકાયેલું રહે તે શ્રાવણ સુદ સાતમને દિને સારી વૃષ્ટિ થશે એ નક્કી છે.
પષ સુદી એકાદશીને દિવસે રોહિણી નક્ષત્ર હોય અને વાદળા થાય, વીજળી ચમકે, ગડગડાટ થાય તે વરસાદના દિવસમાં વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે. પણ અનાજના ભાવ તેજ થશે.
પિષ સુદી તેરસને દિવસે શનિ, શુક્ર અથવા મંગળવાર હોય ને તે દિવસે વરસાદના છાંટા થાય તે ઘઉને દુકાળ પડે અથવા તે તેના ભાવ અતિ પ્રમાણમાં વધી જાય.
પિષ સુદી પૂનમને દિવસે અથવા વદ બીજને દિવસે જે વીજળી જોવામાં આવે છે અથવા તો વ્યોમ મેઘથી આચ્છાદિત જોવામાં આવે તે તે વરસમાં અન્ન સારા પ્રમાણમાં પાકશે.
પષ સુદ પૂનમને દિવસે સોમવાર અને ભરણી નક્ષત્ર હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com