________________
૩૦૫
બચ્ચાશાહી ચહેરો
કેટલાક માણસનો ચહેરે ગોળ હોય છે; પરંતુ એ બચ્ચા જેવા આકારનો જણાય છે. આ ચહેરે ધરાવનારે બાલક બુદ્ધિ અને સ્વભાવે ભેળ હોય છે. એના મુખ ઉપર નિર્દોષતા જણાય છે. અને ખાસ કારણ સિવાય તે કેાઈનું પણ ભુડું ઇચ્છે એવો હોતો નથી.
ખંડે ચહેરો
આ ચહેરે તકરારી સ્વભાવ, જકીપણું અને દ્રઢ નિશ્ચય શક્તિના દર્શકરૂપ છે. જે ચહેરે બરાબર ગોઠવાયલે અને આકર્ષક દેખાતો હોય તો એ ધરાવનાર આનંદી પણ ધાંધલિયા અને પિતાની જ ખાનગી તકરારે માટે લડનાર અને વધુ શક્તિવાળા હરીફને જ તાબે થનારે થાય છે.
આ લોકે વ્યવસ્થાને પસંદ કરનારા અને ટાપટીપવાળા પણ માલમ પડયા છે. તેઓની મુખાકૃતિ આકર્ષણ ઉપજાવે તેવી અને દમામદાર હોય છે. લોકોમાં તેઓ પોતાનો પ્રભાવ પાડી શકે છે. આવા ચહેરાવાળાઓ વ્યાપારી તરીકે સારી છાપ પાડી શકે છે.
ખંડી ચહેરાવાળાએ જોરજુલમને પિતાનું શસ્ત્ર ગણે છે. એનાથી તેઓ ભલભલાને મહાત કરી શકે છે. કામમાં તેઓ મહેનતુ અને લોકોને દમામથી વશ કરી શકે તેવા હોય છે.
ભ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com