________________
૩૪૪
જેઠ માસનું ફળ
જેઠ સુદી એકમને દિવસે જો શનિવાર હોય તેા રાજા છત્ર ભંગ થાય, પ્રજા પીડાય અને દુકાળ પડે.
જેઠ સુદી એકમને દિવસે બુધવાર હોય તેા આવતા વર્ષમાં ભય થશે.
જેડ સુદી એકમને દિવસે રવિવાર હોય તેા પૃથ્વી ઉપર રાજાઓની લડાથી ભય ઉત્પન્ન થશે.
જે સુદી સાતેમને દિવસે જો વરસાદની ગર્જના સભળાય, આકાશ વાદળાથી ઢંકાયલુ હાય અથવા દક્ષિણ દિશા તરફથી પવન વાય તે તે વર્ષોંમાં વ્યાપારીએએ તલના સંગ્રહ કરવા અને આ સંગ્રહ કાર્તિક માસમાં વેચવામાં આવે તે અતિ લાભ પ્રાપ્ત થાય છે.
જેઠ વદી એકમને દિવસે જો રવિવાર હાય તા તે વમાં ભયંકર વાયુને પ્રાપ થશે અને અનાવૃષ્ટિ પણ થશે.
જેઠ વદી એકમને મંગળવાર, રવિ કે બુધવાર હાય તા તે વર્ષમાં લેાકેાને વ્યાધિ થશે.
જેઠ વદી એકમને દિવસે મુધવાર હાય તા દુકાળ થશે. ગુરૂવાર હાય તેા અનાજ ઘણું પાકશે. અને શુક્રવાર હાય તા ઘણી વ્રુષ્ટિ થશે. સામવાર હાય તા પૃથ્વી અનાજથી ભરપૂર રહેશે.
જેઠ માસમાં અમાસને દિવસે અથવા રાત્રિએ વરસાદના વાદળ ચડી આવે તા તે વર્ષમાં અનાવૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com