________________
૩૪૭
થતી વખતે સૂર્ય મંડળ મેઘથી ઢંકાયેલું હોય તો તે વર્ષમાં શુભ ફળ પ્રાપ્ત થશે નહિ એ નક્કી જાણવું.
આષાઢ સુદી પૂનમને દિવસે વૃષ્ટિ થાય તો એક માસ સુધી અનાજ મધું વેચાશે. ત્યારબાદ ભાવ ઊતરી જાય.
આષાઢ માસમાં પૂનમને દિવસે જે પ્રકારનો વાયુ વાય તેના ઉપરથી જે શુભ-અશુભ લક્ષણ પારખી શકાય તે નીચે મુજખનાં હોય છે –
આષાઢ સુદી પૂનમને દિવસે સૂર્ય અસ્ત થતી વખતે જે પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાય તો તે વર્ષમાં અતિ વૃષ્ટિ થશે અને ધનધાન્ય ભરપુર થશે..
એ જ દિવસે અગ્નિ દિશા તરફથી પવન વાય તો વૃષ્ટિ થશે નહિ. અનાજ પણ પાકશે નહિ અને લેકીને દુઃખ તથા શક થશે.
એ જ દિવસે દક્ષિણ દિશા તરફથી પવન વાય તો પૃથ્વી અન્ન વગરની બને. દુકાળ પડે અને રાજાઓ વચ્ચે વિગ્રહ ખેલાય.
એ જ દિવસે નૈઋત્ય દિશા તરફથી પવન વાય તો તે વર્ષમાં વૃષ્ટિ બહુ અલ્પ થશે.
એ જ દિવસે પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાય તે વૃષ્ટિ સારા પ્રમાણમાં થશે અને અનાજ પણ પુષ્કળ પાકશે એ નકકી છે.
એ જ દિવસે વાયવ્ય દિશા તરફથી પવન થાય અને વાદળા ચઢી આવે અને એ વાદળા પવનથી ખેંચાઈ જાય તે તે વર્ષમાં અ૫ વૃષ્ટિ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com