________________
૩૪૬
પરતુ ઉપરની લેકિત કહે છે કે જો ભાદ્રપદની છઠને દિવસે અનુરાધા નક્ષત્ર હોય તે વરસાદ જરૂર વરસે છે અને લીલાલહેર થાય છે.
આષાઢ માસનું ફળ
આષાઢ સુદી પાંચમને દિવસે રવિવાર હોય તે તે વર્ષમાં અલ્પવૃષ્ટિ થશે. સોમવાર હોય તે અતિ વૃષ્ટિ, મંગળવાર હોય તો રાજાઓ વચ્ચે વિગ્રહ, બુધવાર હોય તે શુભ ફળ પ્રાપ્ત થશે. ગુસ્વાર હોય તો પ્રજાનું કલ્યાણ થાય, શુક્રવાર હોય તો પ્રજાને સુખ, આનંદ મળે અને શનિવાર હોય તો દુનિયા દુઃખી થાય.
અષાઢ સુદ પાંચમને દિવસે શુભવાર હોય અને તેના ઉપર શુભ ગ્રહ દ્રષ્ટિ કરી હોય તો ધન અને ધાન્ય ભરપુર થશે. આષાઢ સુદી પાંચમને દિવસે જે ગ્રહનો વાર હોય તે ગ્રહ સાથે ક્રૂર ગ્રહ ભેગો બેઠો હોય અને તેના ઉપર એની કૂર દ્રષ્ટિ પડી હોય તે તે વર્ષમાં દુકાળ, મરણ, ચેરી તથા સજજનેને સતામણી વગેરે ભય, ત્રાસ અનુભવવા પડે છે.
અષાઢ સુદ પાંચમને દિવસે પશ્ચિમ દિશા તરફથી પવન વાય અથવા ઈન્દ્રધનુષ માલમ પડે તે તે વર્ષ માં ઘણી વૃષ્ટિ થશે. આ સમયમાં અનાજને સંગ્રહ કરેલ હોય અને તે અનાજ કાર્તિક માસમાં વેચવામાં આવે તો જરૂર ફાયદો મળે છે.
આષાઢ સુદ નોમને દિવસે સૂર્ય મંડળ ઉદય થતી વખતે મેઘથી ઢંકાયેલું હોય અથવા બપોરની વખતે યા તો અસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com