________________
૩૫૬
પૂરે હોય તે તે વર્ષમાં ભયંકર દુકાળ પડશે અને રેગચાળે પણ થશે.
એજ દિવસે અશ્વિની નક્ષત્ર હોય તે ઘાસ, આજન.પાક મધ્યમ પ્રમાણમાં થશે.
એજ દિવસે રેહિણી નક્ષત્ર હોય તો પ્રાણીમાત્રને દુઃખ તથા ક્ષેશ થશે.
કાર્તિક માસની અમાસને દિવસે શનિવાર અથવા રવિવાર કે મંગળવાર આવે તે પ્રજામાં ભય ફેલાશે અને લોકે દુઃખ અનુભવશે.
કાતિક માસની અમાસને દિને શનિ, રવિ કે મંગળવાર હોય અને તે દિને સૂર્ય સંક્રાતિ બેઠી હોય અથવા તે અમાસ પહેલા ચૌદશે કે અમાસને બીજે દિવસે પડવાને દિવસે સૂર્ય સંક્રાન્તિ બેસે તો લોકોમાં આનંદ અને સુખ વ્યાપે છે અને તે વર્ષે બધા પ્રકારના અનાજ ભાવ તેજ બને છે.
આ માસમાં મેઘની ગર્જના થાય તે તે વર્ષમાં અનાજના ભાવ જરૂર વધી જાય છે પણ શિયાળાને પાક વધુ થાય છે.
આ માસમાં સૂર્ય કે ચન્દ્રનું ગ્રહણ હોય અથવા વીજળી પડે અથવા તે ધરતીકંપ થાય યા તો ધૂમકેતુ કે પછી તેવા જ પ્રકારને નાને પૂછડી તારે ખરે, ધૂળ ઉડે, વાદળા વગર વરસાદ વરસે, ઉલ્કાપાત થાય કે આવાજ ઉત્પાત થાય તે વ્યાપારીઓએ અનાજને સંગ્રહ કરો. અને આ સંગ્રહને પાંચમે મહિને વેચવામાં આવે તો તેથી બેવડો લાભ મળે છે.
કાર્તિક માસ માટે લેકેતિ છે કે – કારતક મહિને કણબી ડાહ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com