________________
૩૪૫
જેઠ માસમાં પૂર્ણિમાને દિવસે અથવા અમાવસ્યાને દિવસે થા તે રાત્રિના આકાશ ઍમથી છવાઈ જાય છે તે વર્ષમાં અનાવૃષ્ટિ નક્કી થાય છે.
જેઠ માસમાં આરૂઢા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગણી, ઉત્તરા ફાલ્ગણી, હસ્ત, ચિત્રા નક્ષત્રે જે દિવસે હોય તે દિવસે તિષીઓએ આકાશમાં જેવું અને જે તે વખતે વાદળાં ન જણાય તો તે વર્ષમાં વરસાદ ઘણે થશે એમ જાણવું. અને જે વાદળાં ચડી આવે તો અનાવૃષ્ટિ થશે.
જેઠ માસમાં શ્રવણ નક્ષત્રમાં જે વાદળાં ચડી આવે તે વરસાદના દિવસમાં વૃષ્ટિ થશે. ધનિષ્ઠા નક્ષત્રમાં જે વાદળાં ચડી આવે તે, વરસાદના દિવસોમાં વરસાદ થશે નહિ એમ જાણવું.
જેઠ માસ માટે કહેવાય છે કે –
જેઠ આકરે બારે મે. જે જેઠ માસ આકરે હોય તો બીજા મહિનાઓ તદન મેળા જાય છે.
જેઠ ગયે, આષાઢ ગયા
ને શ્રાવણ તું પણ જા; ભાદર સારી લાગશે,
જે છઠ ને અનુરાધા. જેઠ–અષાઢ અને શ્રાવણમાં વરસાદ ન વરસ્યો હોય તો ભાદ્રપદમાં પણ વરસાદ વરસશે કે નહિ તેની શંકા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com