________________
૩૪૧
ચૈત્ર માસની સુદ પાંચમે રોહિણી નક્ષત્ર હોય, સાતમે આકા, નવમીએ પુષ્ય અને પુર્ણિમાએ સ્વાતિ નક્ષત્ર હોય અને ત્યારે વૃષ્ટિ થાય છે તે વર્ષમાં વર્ષા ઋતુસમયે વર્ષો થશે નહિ એમ જાણવું.
ચૈત્ર માસમાં સુદ સાતમે વાદળા અથવા તે આકાશ નિર્મળ જણાય તો તે વર્ષમાં ઘઉં વેચવાને માટે સંગ્રહ કરવો અને તે ઘઉં શ્રાવણ માસમાં વેચવામાં આવે તે ત્રણગણે લાભ મળે છે. આ રોગ સુદ પાંચમને દિવસે જે અને ઉપર મુજબ ઘઉં વગેરેને સંગ્રહ કરે જેથી લાભ મળશે.
ચૈત્ર વદ પાંચમને દિવસે બુધવાર હોય અને મંગળ વક્ર ગતિને હોય તો ઘી, તેલ, ચેખા, ઘઉં મોંઘા વેચાશે. આ વસ્તુઓના ભાવ તેજ બનશે.
ચૈત્ર માસમાં ગુરુ અને શુક્ર એક રાશિમાં હોય તે ઘી, તેલ, તલ, રૂ, સુતર વગેરે વસ્તુઓને સંગ્રહ કર્યા બાદ માસ બે પછી તે વેચવી. જેથી અવશ્ય લાભ થશે.
ચૈત્ર માસના વદ પક્ષમાં એક તિથિ વધે અને સુદ પક્ષમાં તિથિને ક્ષય થાય તો તે વર્ષમાં અનાજને દુષ્કાળ પડે એ નકકી જાણવું.
ચૈત્ર માસમાં સૂર્ય મેષ સંક્રાતિનો થાય અથવા વૈશાખ માસમાં વૃષભ સંક્રાતિનો થાય યા તો જેઠ માસમાં સૂર્ય મિથુન સંક્રાતિને થાય તે દિવસે વરસાદ વરસે તે અનાજ મેંદુ વેચાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com