________________
૩૪૦
તેઓ આ જ્ઞાન સ્વાનુભવથી અને અનેક વર્ષોની સખ્ત મહેનત બાદ જ મેળવતા, અને તેનો ઉપયોગ પણ માનવજીવનના લક્કલ્યાણને માટે જ કરતાં. આવા પ્રાચીન ઋષિ-મુનિઓનાં કથને, તેમના સ્વાનુભવો પરથી રજુ કરાયેલા સૂત્રો આદિ પરથી જ આ વિભાગની રચના થયેલી છે.
હવે ક્રમવાર પ્રત્યેક મહિનાનું ફળ દર્શાવવામાં આવે છે.
માટે છે તે ખાસ
આ ફળ કેઈપણ વર્ષના મહિના ધ્યાનમાં રાખવું.
ચૈત્ર માસનું ફળ
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે રવિવાર હોય તે વૃષ્ટિ ઓછી થશે. અને એને લઇને દેશના લોકોને દુષ્કાળથી પીડાવું પડશે.
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે સોમવાર અથવા બુધવાર યા તો ગુવાર કે પછી શુક્રવાર આવે તો તે વર્ષમાં વરસાદ ઘણો થશે. એને લઈને પાક પણ પુષ્કળ પ્રમાણમાં પાકશે.
ચૈત્ર માસમાં સુદ એકમને દિવસે મંગળવાર કે શનિવાર આવે તે વરસાદની ખેંચ પડશે. અને એને લઈને અનાજઘાસ ઉગશે નહિ. રાજાઓ વચ્ચે ભીષણ યુદ્ધ પણ છેડાશે.
ચૈત્ર માસની સુદ પાંચમને દિવસે વરસાદના છાંટા થાય તો વરસાદના દિવસોમાં અતિ જળ વરસશે નહિ એમ સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com