________________
બાર મહિનાનું ભવિષ્ય [ આ ભવિષ્ય કોઈપણ વર્ષના મહિનાઓ માટે છે.]
આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થોમાં અનાજનો પાક, વરસાદ, અતિવૃષ્ટિ, દુકાળ, રાજ્યસુખ, શત્રુભય, ભયંકર અકેપ આદિ પ્રકારનાં ચિન્હો કેવી રીતે પારખવા, તેની આગાહીઓ કેવી રીતે જાણવી તેને લગતાં અનેક ઉલ્લેખ મળી આવે છે. પ્રાચીન ઋષિ-મુનિઓ આ વિદ્યામાં એટલા તે પ્રવીણ હતા કે તેમના આ પ્રમાણો કદી પણ છેટાં પડતાં નહિ. તેઓ રાજાઓ અને પ્રજાના સલાહકાર બની, આવતાં ભય સામે તેમને ચેતવણી આપતા, દુષ્કાળ, કુદરતને કેપ, શત્રુભય વગેરે માનુષી અને દૈવી ઉત્પાતની સામે તેમને ચેતવતા અને તેમાંથી બચાવી લેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com